વડોદરામાં ગરબા ગ્રાઉન્ડમાં સાપ નીકળતા ખેલૈયાઓમાં મચી નાસભાગ | મુંબઈ સમાચાર
વડોદરા

વડોદરામાં ગરબા ગ્રાઉન્ડમાં સાપ નીકળતા ખેલૈયાઓમાં મચી નાસભાગ

વડોદરા: નવરાત્રીના પાવન પર્વ દરમિયાન ગરબાના આયોજનોમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી રહ્યા છે. બીજી નવરાત્રીએ વડોદરામાં એક ગરબાના સ્થળે ઝેરી સાપ નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાને કારણે ગરબા રમવા આવેલા ખેલૈયાઓમાં ભયનો માહોલ ફેલાયો હતો

ક્યાં બની ઘટના?

આ ઘટના વડોદરાના સેવાસી પ્રિયા ટોકીઝ રોડ પર આવેલા શિશુ ગરબામાં બની હતી. ચાલુ ગરબા દરમિયાન અચાનક એક ઝેરી સાપ નીકળતા ખેલૈયાઓ ગભરાઈ ગયા હતા અને ગરબા સ્થળ પર નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. આયોજકોએ તાત્કાલિક સાપને પકડી સુરક્ષિત જગ્યાએ ખસેડવાની વ્યવસ્થા કરી હતી, ત્યારબાદ ગરબા ફરી શરૂ થયા હતા.

ગરબાના મેદાન પર અચાનક જ સાપ દેખાયા પછી થોડીવાર માટે ગરબા અટકાવી દેવામાં આવ્યા અને તાત્કાલિક સાપનું રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું. ભારે જહેમત બાદ સાપનું રેસ્ક્યુ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે ગરબાના મેદાન પર અચાનક જ સાપ જોવા મળ્યો હતો. સાપને જોતાની સાથે જ નજીકમાં ગરબા રમી રહેલી યુવતીઓ ડરી જાય છે અને ગરબા રમતા અટકી જાય છે.

આપણ વાંચો:  ચૈતર વસાવા જેલમુક્ત: સમર્થકોમાં ઉત્સાહ, ધારાસભ્યનું ખભે બેસાડી સ્વાગત કરાયું

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button