વડોદરામાં 3 લોકોને મધરાત્રે Salman Khan નો બર્થ ડે ઉજવવો ભારે પડ્યો, જાણો વિગત

વડોદરાઃ વડોદરામાં શહેરમાં ત્રણ યુવકને સલમાન ખાનનો બર્થ ડે ઉજવવો ભારે પડ્યો હતો. ગુરુવારે મોડી રાત્રે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના બર્થ ડેની અનધિકૃત ઉજવણી માટે બ્રાન્ડેડ કપડાના શોરૂમના મેનેજર, એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝર સહિત અનેક ત્રણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. અલકાપુરી વિસ્તારમાં શોરૂમ પાસે આયોજિત આ કાર્યક્રમમાં લાઉડસ્પીકર અને લાઇટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાથી સ્થાનિક રહેવાસીઓ પરેશાન થયા હતા.
કેવી રીતે મામલો પ્રકાશમાં આવ્યો
મીડિયા દ્વારા આ તરફ ધ્યાન દોરવામાં આવ્યા બાદ ઘટના પ્રકાશમાં આવી હતી. જેના કારણે અકોટા પોલીસે કાર્યવાહી કરી હતી.. પોલીસે શોરૂમના વિપુલ મકવાણા, મેનેજર સરફરાઝ સૈયદ અને ઉજવણીનું આયોજન કરવા માટે જવાબદાર ઇવેન્ટ પ્લાનર સલમાન મેમણની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : વડોદરા: મેળામાં રાઈડનું લોક ખુલી જવાની ઘટનામાં ત્રણ લોકોની અટકાયત
અધિકારીઓએ આરોપીઓ સામે લાઉડસ્પીકરના ગેરકાયદેસર ઉપયોગ અને જાહેર ઉપદ્રવ માટે ભારતીય ન્યાય સંહિતા એક્ટની કલમ 223 અને 54 અને GP એક્ટની કલમ 131 અને 135(1) હેઠળ આરોપો દાખલ કર્યા હતા. પોલીસે પુરાવા તરીકે લાઉડસ્પીકર પણ જપ્ત કર્યા હતા.