વડોદરામાંથી રેલવે કર્મચારી 5 લાખના બીયરના જથ્થા સાથે ઝડપાયો

વડોદરાઃ શહેરમાંથી એલસીબી ટીમે 5 લાખના બીયરના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. આરોપી રેલવે કર્મચારી હોવાનું સામે આવ્યું હતું. રેલવે પોલીસે મેમુ યાર્ડ વિસ્તારમાંથી 2304 ટીન બીયર ઝડપાયા હતા. આ કેસમાં રેલવે કર્મચારી રૂબીન ઉર્ફે કટ્ટે યુસુફમિયા બાપુમિયા શેખ નાસતો ફરતો હતો. જેને પોલીસે ચોક્કસ બાતમીના આધારે સરદારનગર રેલ્વે કોલોની પાસેથી ઝડપી પાડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વડોદરા રેલ્વે પોલીસ દ્વારા મિશન ક્લીન સ્ટેશન અંતર્ગત રેલ્વે પરિસરમાં ગેરકાયદેસર દારૂની હેરફેર અટકાવવા કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને રેલવે ટ્રેનો અને હદ વિસ્તારમાં થતી અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
બે દિવસ પહેલા શહેરનાં નવાબજાર વિસ્તારમાં પોલીસકર્મીએ ચિક્કાર દારૂનાં નશામાં ધમાલ મચાવી હતી. નશામાં ધૂત ટ્રાફિક જમાદારે પાનનાં ગલ્લે મારામારી પણ કરી હોવાનો આરોપ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોબાળો મચ્યો હતો. પોલીસે ટ્રાફિક જમાદારની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.પોલીસકર્મીની ઓળખ ટ્રાફિક જમાદાર સંજય રાઠોડ તરીકે થઈ હતી. નશામાં ધૂત પોલીસકર્મીએ પાનની દુકાનનાં માલિક સાથે ઝપાઝપી અને મારામારી કરી હતી. જો કે, ત્યાં હાજર લોકોએ ટ્રાફિક જમાદારની કરતૂતનાં વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. તોફાને ચડેલા જમાદારે એક નાગરિકનો મોબાઇટ ઝૂંટવી લેવાનો પણ પ્રયાસ કર્યો હોવાનો પણ આરોપ લાગ્યો હતો.
આ પણ વાંચો…અમદાવાદના ઈસનપુરમાં 2,550 લિટર દારુ ઝડપાયો, એક જણની ધરપકડ