રાહુલ ગાંધીની ટિપ્પણી પર વડોદરામાં ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું

વડોદરાઃ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના માતા વિશે કરેલી અપમાનજક ટિપ્પણીથી સમગ્ર ગુજરાતમાં રોષ ફાટી નીકળ્યો છે. વડોદરામાં શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોકે પોલીસ પૂતળું લઈને ભાગતી જોવા મળી હતી. સૂત્રોએ જણાવ્યું કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે 50થી વધુ ચૂંટણીઓમાં હારનો સામનો કર્યો છે. કોંગ્રેસનું સંગઠન સતત નબળું પડી રહ્યું છે.
વિરોધ પ્રદર્શન દરમિયાન સાંસદ હેમાંગ જોશીએ કહ્યું, ટણી પંચે રાહુલ ગાંધીને તેમના આરોપો એફિડેવિટ સાથે સાબિત કરવા કહ્યું, ત્યારે તેઓ બચવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું રાહુલ ગાંધીના માતાને વડોદરાની કારેલીબાગની હોસ્પિટલમાં માનસિક સ્ક્રીનિંગ કરાવવાની વિનંતી કરું છું. તેનાથી સંસદનું વાતાવરણ પણ સુધરશે.
ભાજપે આ ટિપ્પણીને ગુજરાત અને સમગ્ર દેશનું અપમાન ગણાવ્યું હતું. પાર્ટીના કાર્યકર્તાઓએ આ કૃત્યની નિંદા કરી અને રાહુલ ગાંધી તથા કોંગ્રેસ અને આરજેડી સામે રોષ વ્યક્ત કર્યો હતો.
જાણો શું છે સમગ્ર મામલો
27 ઓગસ્ટે બિહારના દરભંગા જિલ્લામાં રાહુલ ગાંધીની ‘વોટર અધિકાર યાત્રા’ માટે સ્વાગત મંચ બનાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ બિહાર યૂથ કોંગ્રેસના મોહમ્મદ નૌશાદે આયોજિત કરાવ્યો હતો. અચાનક મોહમ્મદ રિઝવી ઉર્ફે રાજા નામનો શખ્સ મંચ પર પહોંચ્યો અને માઇક પરથી પીએમ મોદીને અને તેમની માતાને અપશબ્દો બોલ્યા હતા. જોકે, તે સમયે રાહુલ ગાંધી ત્યાં હાજર નહોતા. ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ દરભંગાના ભાજપ જિલ્લા અધ્યક્ષ આદિત્ય નારાયણ ચૌધરીએ સિમરી પોલીસ સ્ટેશનમાં રિઝવી સહિત કેટલાક લોકો વિરુદ્ધ અપમાનજનક ભાષા અને ધાર્મિક લાગણીઓ ભડકાવવાની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો…PM મોદીની માતા પર ટિપ્પણીથી ઓવૈસી ભડક્યાઃ કોંગ્રેસ-TMCને આપી આ સલાહ