
વડોદરાઃ આજથી બે દિવસ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. આ પ્રવાસની વાત કરવામાં આવે તો, આજે ભુજમાં 53,414 કરોડના ખર્ચે 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ દરમિયાન વડોદરામાં તેમનું સ્વાગત કરવા માટે લોકો અધીરા બન્યાં છે. પીએમ મોદીનું સ્વાગત કરવા માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જુઓ આ કેટલીક અદ્ભૂત તસવીરો…

કલાવૃંદો સ્વાતંત્ર્ય વીરોના પરિવેશ ધારણ કરીને આવ્યા
વડોદરામાં ઓપરેશન સિંદુર યાત્રામાં વડા પ્રધાનનું સ્વાગત સન્માન કરવા માટે કલાવૃંદો સ્વાતંત્ર્ય વીરોના પરિવેશ ધારણ કરીને આવ્યા છે. એટલું જ નહીં પરંતુ સિંદુર સન્માન યાત્રામાં વડા પ્રધાનને આવકારવા મુસ્લિમ સમાજની મહિલાઓમાં પણ ઉત્સાહ જોવા મળી છે. સિંદુર સન્માન યાત્રામાં PM મોદીને વધાવવા માટે ટ્રાઇસીકલ પર સવાર ભારતીબેન શાહ પણ ઉત્સુક જોવા મળ્યાં છે. આદિજાતિ બાંધવો પોતાની આગવી સંસ્કૃતિનો પરિચય કરાવતી કૃતિ પ્રસ્તુત કરી વડા પ્રધાનનું સ્વાગત કરવાની છે.

વિદેશી વિદ્યાર્થીઓનું આતંકવાદ વિરુદ્ધ લડાઇને સમર્થન
વડોદરામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓનું આતંકવાદ વિરુદ્ધ લડાઇને સમર્થન આપ્યું છે. જેથી આ વિદ્યાર્થીઓ પણ સિંદુર સન્માન યાત્રામાં સહભાગી થયા હતા. એટલું જ નહીં પરંતુ શહેરના મિષ્ટી કલા વૃંદ દ્વારા રજૂ કરતા ગરબાએ આકર્ષણ જમાવ્યું છે. આજે સવારે વડોદરા એરપોર્ટથી એરફોર્સ સ્ટેશન ગેટ સુધી એક કિલોમીટરનો પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાશે. ઓપરેશન સિંદુર સન્માન યાત્રામાં વડાપ્રધાનને આવકારવા અહિલ્યાબાઇ હોલ્કર ગ્રુપની મહિલાઓ પરંપરાગત વસ્ત્રમાં જોવા મળી છે. ભારતની સાંસ્કૃતિ વિરાસતને પુનર્જિવિત કરવામાં યોગદાન આપનાર નારી રત્ન અહિલ્યાબાઇ હોલ્કરની આ સખીવૃંદે તેમની સ્મૃતિ તાજી કરાવી રહી છે.

મોદીનું સ્વાગત કરવા મુસ્લિમ સમુદાયની ઉત્સાહભેર ભાગીદારી
વડોદરાની ખેલ પ્રતિભાઓ હાથમાં તિરંગો લઈને સિંદૂર સન્માન યાત્રામાં વડા પ્રધાનના વડોદરા આગમનની અને તેના અભિવાદનની રાહ જોઈ રહી છે. વડોદરામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય સ્વાગત કરવા માટે મુસ્લિમ સમુદાયની ઉત્સાહભેર ભાગીદારી દેખાડી છે. એરપોર્ટ સર્કલ પાસે સિંદૂરનો ઘડો અને અરીસો મૂકવામાં આવ્યો છે. અહીં વડોદરાની નારીશક્તિ પોતાના માથા પર સિંદૂર લગાવીને સેલ્ફી પાડીને ગર્વની અનુભૂતિ કરી રહી છે. અને ભારતીય નારીઓના સિંદૂરના રક્ષા નાયકનું સ્વાગત કરવા આતુર છે.
