વડોદરા

વધુ એક અંધશ્રદ્ધાનો પુરાવોઃ ભૂત વળગ્યું હોવાનું કહીને દર્દીના સગાનો ડોક્ટર પર હુમલો

વડોદરાઃ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. ડેસર તાલુકાના આરોગ્ય કેન્દ્રમાં શુગર ઘટી જતાં સારવાર માટે લાવવામાં આવેલા દર્દીના સગાએ ભૂત વળગ્યું હોવાનું કહીને ડૉક્ટર પર હુમલો કર્યો હતો.

મળતી વિગત પ્રમાણે, ડેસર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં શિહોરા ગામના દર્દી રમેશભાઈ રતિલાલભાઈ રોહિતને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમનું શુગર ઓછું હોવાથી બોટલ ચઢાવવામાં આવી હતી. બાદમાં બ્લડ શુગર તપાસતા યોગ્ય જણાયુ ન હતું. તેઓ સ્વસ્થ થઇ ગયા હતા. દરમિયાન તેમના સગા જીતુભાઇ નારણભાઇ રોહિત દવાખાને આવ્યા હતા અને કહ્યું કે, તારા શરીરમાં ભૂત પેંસી ગયું છે. જે બાદ અંદરો-અંદર ઝઘડવા માંડ્યા હતા. આ સમયે દર્દી રમેશભાઇની તબિયત બગડી હતી. જેથી તેમને સી.પી.આર અને ઇન્જેક્શન આપવાનું ચાલુ કર્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતના વલસાડમા અંધશ્રદ્ધાએ વધુ એક યુવતીનો ભોગ લીધો, ભૂવાએ ડામ આપ્યા બાદ મોત

આ સમયે જીતુભાઈ રોહિતે સ્ટાફ પર હુમલો કરીને લાફા માર્યા હતા. તેમજ આ દર્દીની સારવાર કરવી નહીં અને જો કરશો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી ત્યાંથી જતા રહ્યા હતા. થોડીવારમાં સારવાર હેઠળના દર્દીનું મૃત્યુ થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button