“આવું ભવ્ય હશે તેનો ખ્યાલ નહોતો” ઓમર અબદુલ્લા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતાને બિરદાવી

કેવડિયા: જમ્મુ કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની પ્રવાસનની સંભાવનાઓને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કાર્યક્રમોમાં તેઓ ભાગ લઈ રહ્યા છે. ઓમર અબ્દુલ્લાહ આજે ગુરુવારના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગરની મુલાકાત લીધી હતી.
જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધા બાદ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, “મને ખ્યાલ નહોતો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આટલું ભવ્ય હશે. તેમને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી અને નવા ભારત માટે એક મહાન ઓળખ છે.
આ પણ વાંચો: ઓમર અબ્દુલ્લાએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર દોડ લગાવીઃ પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા હાકલ કરી…
આ દરમિયાન સરદાર સરોવર ડેમને જોઈ તેમણે કહ્યું હતું કે આ ડેમથી કચ્છ જેવા વિસ્તારોમાં પાણી પહોચાડ્યું. એવા વિસ્તારોમાં પાણી લાવ્યો છે જે ફક્ત દુષ્કાળ જ જાણતા હતા… તે જમ્મુ-કાશ્મીરનું કમનસીબ રહ્યું છે કે અમે આવા પ્રોજેક્ટ્સની કલ્પના પણ કરી શક્યા નથી કારણ કે અમને પાણી રોકવાની મંજૂરી નહોતી. હવે જ્યારે સિંધુ જળ સંધિ સ્થગિત કરવામાં આવી છે, ત્યારે કદાચ જમ્મુ-કાશ્મીરમાં પણ આવા કોઈ પ્રોજેક્ટ આવશે, જેથી વીજળી કે પાણીની કોઈ અછત નહીં રહે.”
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લાની ગુજરાત યાત્રાનો મુખ્ય હેતુ જમ્મુ-કાશ્મીરને એક સુરક્ષિત અને વિશ્વસનીય પર્યટન સ્થળ તરીકે ફરીથી સ્થાપિત કરવું. વાસ્તવમાં, 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલા, જેમાં 26 લોકોના જીવ ગયા હતા, પછીથી કાશ્મીરમાં પ્રવાસન ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયું છે.
આ પણ વાંચો: મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ મઝાર-એ-શુહાદાની દિવાલ કૂદીને ફાતિહા વાંચી; કહ્યું અમે ગુલામ નથી…
એક પ્રવાસન પ્રમોશન કાર્યક્રમ દરમિયાન ઉમર અબ્દુલ્લાહએ કહ્યું, “ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો હંમેશા અમારા પ્રવાસન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા રહ્યા છે. મને આશા છે કે ગુજરાતના પ્રવાસીઓ ટૂંક સમયમાં મોટી સંખ્યામાં ફરીથી કાશ્મીર તરફ વળશે.”
ગઈકાલે તેમણે ગુજરાતનાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે ગાંધીનગર ખાતે સૌજન્ય મુલાકાત કરી હતી. આજે સવારે તેમણે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મોર્નિંગ રન કર્યા પછી તેના ભરપેટ વખાણ કર્યા હતા.