વડોદરા

વડોદરામાં વરસાદની શરૂઆત સાથે જ જમીન ધસી પડી, વાહનો ખૂપ્યા

વડોદરાઃ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પછી હવે વડોદરામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જોકે, શહેરમાં વરસાદની શરૂઆત સાથે જ સ્માર્ટ સિટીની પોલ ખૂલી હતી. વડોદરાના અકોટા ખાતે જમીન ધસી પડવાનો બનાવ બન્યો હતો, જ્યારે અલકાપુરીમાં રોડ બેસી ગયો હતો. ઉપરાંત, રાજસ્થંભ સોસાયટીમાં કાંસનો સ્લેબ તૂટ્યો હતો, પરિણામે શહેરવાસીઓને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી.

ભ્રષ્ટ તંત્ર સામે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો

મળતી વિગત પ્રમાણે, શહેરના અકોટા મુજ મહુડા રોડ ઉપર મોટો ભૂવો પડ્યો હતો. અહીંના રસ્તાઓ પર જમીન ધસી પડે નહીં કે ખાડો પડે નહીં તેના માટે અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા ડ્રેનેજ લાઇન અને રોડની કામગીરી કરવામાં આવી હતી. આમ છતાં ભૂવો પડતા પાલિકાનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો હતો. આ ભૂવો કોઇ અકસ્માતને આમંત્રણ આપે તે પહેલાં સ્થાનિક લોકો દ્વારા ભૂવાની આસપાસ આડસ મૂકી દેવામાં આવી હતી. સ્થાનિક લોકોએ મુખ્ય માર્ગ ઉપર પડેલા ભૂવા સામે પાલિકાના ભ્રષ્ટ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: વડોદરામાં વરસાદથી એસટી ડેપોના પાર્કિંગમાં 1000થી વધુ વાહનો પાણીમાં ગરકાવ

સ્લેબ તૂટવાને કારણે રહેવાસીઓમાં રોષ

આ ઉપરાંત શહેરના પોલો મેદાન પાસે આવેલ રાજસ્થંભ સોસાયટીમાં સ્થાનિક કાઉન્સિલરોની ઉગ્ર રજૂઆત બાદ વરસાદી પાણીના નિકાલ માટેના કાંસ ઉપર સ્લેબ બનાવવામાં આવ્યો હતો, પરંતુ સામાન્ય વરસાદમાં જ આ સ્લેબ તૂટવાની શરૂઆત થતા સ્થાનિક લોકોએ આજે એકઠા થઈને પાલિકા તંત્ર સામે પ્રદર્શન કરીને રોષ ઠાલવ્યો હતો. તેમ જ અલકાપુરીમાં કુંજ સોસાયટી તરફથી પસાર થઇ રહેલો એક ટેમ્પો પણ ખૂપી ગયો હતો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button