
વડોદરાઃ રાજ્યમાં એક બાદ એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. વડોદરામાં એક પતિએ નજીવી વાતમાં પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હતી. જેના કારણે છ મહિનાની બાળકી નિરાધાર બની હતી. પતિ કોઈ કામ ધંધો કરતો ન હોવાથી પત્નીએ ટકોર કરતાં સમગ્ર ઘટના બની હતી.
શું છે મામલો?
વડોદરાના તાંદલજા વિસ્તારમાં થોડા દિવસ પહેલા રહેવા આવ્યો હતો. પતિ-પત્ની વચ્ચે કારણોસર બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ ઉશકેરાયેલા પતિએ તેની પત્નીનુ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હતી. તેમને સંતાનમા 6 મહિનાની બાળકી છે. આ બનવાની જાણ થતાં જ જેપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ સ્થળ પર આવી પહોંચ્યો હતો. હત્યા પતિને ગણતરીના કલાકમાં જ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પતિએ પોલીસ સમક્ષ આપેલા નિવેદન કહ્યું કે, તુમ્હારે મેં કામ કરને કી ઔકાત નહી હૈ ઓર મુજે સલાહ દેતે હો એસા મુજે બોલ કે ચિલ્લાતી થી, ઇસલિયે મુજે ગુસ્સા આ ગયા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આ હત્યા પાછળનું ખરેખર કારણ છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી હતી.
છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં બનેલી આ પ્રકારની ઘટનાઓ પર એક નજર
બે દિવસ પહેલા ઓખામાં પતિએ પેટ્રોલ છાંટી આગ લગાવીને પત્નીને બાથ ભીડી હતી. તેમને બચાવવા ગયેલા યુવાનના સાસુ પણ દાઝી જતાં ત્રણેયને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે. કોર્ટ મેરેજના ત્રણ મહિનામાં જ પત્ની સાથે યુવકના આત્મઘાતી પગલાથી ચકચાર મચી ગઈ હતી.

રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા નાગેશ્વર વિસ્તારમાં શનિવારે સવારે કૌટુંબિક કંકાસનો એક અત્યંત કરુણ અંજામ સામે આવ્યો હતો. પત્નીના ભત્રીજા સાથેના અનૈતિક સંબંધોની શંકાના આધારે ઉશ્કેરાયેલા પતિએ પત્ની પર ફાયરિંગ કરી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આટલેથી ન અટકતાં પતિએ પોતે જ લમણે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી.
ભાવનગરમાં પણ શનિવારે સવારે એક અત્યંત કરુણ અને હૃદય કંપાવનારી ઘટના સામે આવી હતી. શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં જે યુવતીના આજે લગ્ન હતા, તે જ યુવતીની છરીના ઘા ઝીંકીને ભાવિ પતિ દ્વારા ઘાતકી હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રભુદાસ તળાવ વિસ્તારમાં રહેતા હિંમતભાઈ જીવાભાઇ રાઠોડની પુત્રી સોનીબેનની સવારે તેના જ ઘરમાં ભાવિ પતિ સાજન દ્વારા હત્યા કરવામાં આવી હતી. હત્યારો યુવતીને છરીના ઘા ઝીંકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. સૌથી દુઃખદ વાત એ છે કે આજે જ સોનીબેનના લગ્ન લેવાના હતા. જે ઘરમાં લગ્નના ગીત અને શરણાઈના સૂર ગુંજવાના હતા, ત્યાં આક્રંદ અને માતમ છવાઈ ગયો હતો.
આપણ વાંચો: અમદાવાદમાં હુમલા માટે રેકી કરનારા આતંકી સુલેહના ઘરમાંથી ગુજરાત ATSને શું મળ્યું?



