દિલ્હીમાં 15 વર્ષ પહેલા પત્નીની હત્યા કરનારો પતિ વડોદરામાંથી ઝડપાયો, જાણો શું કરતો હતો

વડોદરાઃ દિલ્હી પોલીસે 15 વર્ષ જૂનો હત્યા કેસ ઉકેલ્યો હતો. ઘટના સમયે કેસને આપઘાતમાં ખપાવવામાં આવ્યો હતો. એક મહિલાનો મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં એક ઘરમાંથી મળ્યો હતો. તેમજ તેની પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી હતીી. પરંતુ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આ્યું ત્યારે તેમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. હત્યાનો આરોપ મહિલાના પતિ પર હતો. ઘટના બાદ તે ગાયબ થઈ ગયો હતો. આરોપીની ઓળખ નરોત્તમ પ્રસાદ તરીકે થઈ હતી. તેની વડોદરાથી ધરપકડ રવામાં આવી હતી. મહિલાની હત્યા 2010માં મહિન્દ્રા પાર્ક વિસ્તારમાં થઈ હતી.
શું છે મામલો
પોલીસ મુજબ, 31 મે, 2010ના રોજ દિલ્લીના મહિન્દ્રા પાર્ક પોલીસ સ્ટેશનના જહાંગીરપુરી વિસ્તારમાં એક ઘરમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હતી. જ્યારે પોલીસે દરવાજો તોડીને અંદર દાખલ થઈ ત્યારે એક 25 વર્ષીય મહિલાનો મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં મળી આવ્યો હતો. તેની નજીકથી એક સુસાઇડ નોટ પણ મળી હતી. શરૂઆતમાં કેસ આપઘાતનો લાગતો હતો. પરંતુ તપાસ દરમિયાન શંકા મહિલાના પતિ નરોત્તમ પ્રસાદ પર ગઈ હતી. ઘટના બાદ તે ફરાર થઈ ગયો હતો. પોસ્ટમોર્ટમમાં મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન નરોત્તમ સીકર રાજસ્થાનનો રહેવાસી હોવાની જાણ થતાં ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. જોકે તે ત્યાં પણ નહોતો. જે બાદ કોર્ટના માધ્યમથી તેને ભાગેડું જાહેર કરવામાં આવ્યો હતો અને ધરપકડ પર 10 હજારનું ઈનામ રાખવામાં આવ્યું હતું.
પોલીસે જણાવ્યું કે, આશરે 15 વર્ષ બાદ દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાંચને આરોપી વડોદરામાં હોવાની બાતમી મળી હતી. જે બાદ ટેકનિકલ સર્વેલંસ અને સ્થાનિક સૂત્રોની મદદથી નરોત્તમ પ્રસાદની ધરપકડ કરવામાં આવી હતી. તે એક કોટન ફેક્ટરીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો અને તેણે એમબીએ પણ કરી લીધું હતું.
પોલીસ તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું કે, વડોદરાથી એક નંબરથી નરોત્તમ તેના પરિવારજન સાથે વોટ્સએપ કોલથી સંપર્કમાં હતો. આ ઉપરાંત તેણે બીજા લગ્ન કરી લીધા હતા અને પહેલી પત્નીથી છૂટાછેડા લીધા હોવાનું જણાવ્યું હતું. આ લગ્નથી તેને બે વર્ષની દીકરી પણ છે.
પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે, લગ્નના થોડા સમય બાદ તેની પત્ની સાથે ઝઘડો થવા લાગ્યો હતો. રોજબરોજના ઝઘડાથી કંટાળી તેણે આવેશમાં આવીને પત્નીની હત્યા કરી હતી. બાદ તેને આપઘતામાં ખપાવવા માટે નકલી સ્યુસાઈડ નોટ લખીને તેની બાજુમાં મૂકી દીધી હતી.



