આપણું ગુજરાતવડોદરાસ્પોર્ટસ

હવે હાર્દિક પંડ્યાનો આ વીડિયો થયો વાઈરલ, ખૂદ શેર કરીને લખ્યું…

વડોદરા: દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારતને ટવેન્ટી-ટવેન્ટી વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવનારા ભારતીય ક્રિકેટરોમાં હાર્કિદ પંડ્યાએ મોટું યોગદાન આપ્યું અને યોગદાનને ભારતીય ટીમ જ નહીં, પરંતુ ભારતના તમામ ક્રિકેટપ્રેમીઓનું દિલ જીતી લીધું. પાટનગર દિલ્હી, મુંબઈમાં ટીમ ઈન્ડિયાના ભવ્ય સ્વાગત પછી તમામ ક્રિકેટરનું પોતાના હોમટાઉનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારે આજે હાર્દિક પંડ્યાનું આજે વડોદરાવાસીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા આપણને શીખવે છે: Let the storm pass કપરા સમયને પસાર થઈ જવા દો!

ભારતીય ટીમના વાઈસ કેપ્ટન અને વડોદરાના પનોતા પુત્ર હાર્દિક પંડ્યાના સન્માનમાં આજે વિક્ટરી રોડ શો યોજાઈ હતો. આ રોડ શોમાં હાર્દિક પંડ્યાની સાથે તેનો પરિવાર પણ જોડાયો હતો. શહેરના હાર્દસમાન વિસ્તાર માંડવી ખાતેથી હાર્દિક પંડ્યાનો રોડ શો શરૂ થયો હતો અને રાવપુરા રોડ ઉપરથી પસાર થઈ નવલખી મેદાન ખાતે રોડ શો પૂર્ણ થયો હતો. વડોદરાના યુવાનો માટે આઇકોન બની ગયેલો હાર્દિક પંડ્યાનું અભિવાદન કરવા માટે હજારો યુવાનો તિરંગા સાથે રોડ શોમાં ઉમટી પડ્યા હતા.

સોશિયલ મીડિયા પર પણ હાર્દિક પંડ્યાએ એનો વીડિયો શેર કરીને વડોદરાવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. એની સાથે હાર્દિક પંડ્યાએ બેહાથ જોડીને રેડ કલરના હાર્ટનું ઈમોજી મૂક્યું હતું. બ્લુ કલરની ટી શર્ટમાં સજ્જ હાર્દિક પંડ્યાએ તિંરગો લહેરાવીને સૌનું અભિવાદન કર્યું હતું. હાર્દિકના સન્માનના રોડશોમાં હકડેઠઠ ભીડ જોવા મળી હતી, જ્યારે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયો હતો.

આ પણ વાંચો: અનંત-રાધિકાના સંગીત સમારોહમાં હાર્દિક પંડ્યા એકલો પહોંચ્યો, તો ચાહકો થયા દુઃખી!

લોકોએ પણ તેના પર જોરદાર પ્રતિક્રિયા આપી હતી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બન્યા પછી હાર્દિક પંડ્યા લોકો માટે નારાજગીનું કારણ બન્યો હતો. એ હાર્દિક પંડ્યાને લોકોએ સોશિયલ મીડિયા પર રિસ્પેક્ટ બટનની પ્રતિક્રિયા આપીને વધાવ્યો પણ હતો. તો એક યૂઝરે લખ્યું હતું કે ધ્યાન રાખો જે ભીડમાં એકઠા થયા છે, તેમાં તારા દુશ્મનો પણ છે.

વડોદરા શહેરમાં હાર્દિક પંડ્યાના રોડ શો માટે વિશેષ બસ વડોદરા ખાતે ગઈકાલે મોકલવામાં આવી હતી. ક્રિકેટર હાર્દિક પંડયાના સન્માનમાં વડોદરામાં એક રોડ શોનું આયોજન અનુલક્ષીને પોલીસ કમિશનર દ્વારા રોડ શોના રુટ પર નો એન્ટ્રી અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં થયેલા વિજયની ઉજવણી માટે ક્રિકેટર હાર્દિક પંડયા તથા તેના પરિવારનું સન્માન કરવા માટે રોડ શો યોજાવાનો હતો. આ રોડ શો માંડવીથી શરુ થઇ લહેરીપુરા દરવાજા, ન્યાયમંદિર, ફાયર બ્રિગેડ ચાર રસ્તા દાંડિયાબજાર, મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા થઇ અકોટા બ્રિજ સોલાર પેનાલ પાસે પૂર્ણ રોડ શો પૂરો થવાનો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…