નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ગુજરાતની કનેક્ટિવિટી વધી, અમદાવાદ બાદ હવે વડોદરાથી સીધી ફ્લાઇટ શરૂ થશે

વડોદરા: મુંબઈ મેટ્રોપોલિટન રિજનના બીજા એરપોર્ટ તરીકે ‘નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ’ એ ગુરુવારથી તેની કામગીરી શરૂ કરી દીધી છે, જેનાથી ડોમેસ્ટિક કનેક્ટિવિટીમાં મોટો વધારો થયો છે. સંચાલનના પ્રથમ દિવસે જ ઇન્ડિગો અને સ્ટાર એર દ્વારા અમદાવાદ અને નવી મુંબઈ એરપોર્ટ વચ્ચે સીધી ફ્લાઇટ સેવા શરૂ કરી હતી. જે બાદ હવે વડોદરાથી પણ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ સીધી ફ્લાઈટ શરૂ થશે.
ક્યારથી શરૂ થશે આ ફ્લાઈટ
ઈન્ડિગો દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, 30 ડિસેમ્બર 2025થી વડોદરા અને નવી મુંબઈ અઠવાડિયામાં પાંચ દિવસ ફ્લાઈટ શરૂ થશે. આ સેવા મંગળવાર, બુધવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે ઉપલબ્ધ રહેશે. સોમવાર અને ગુરુવારે ફ્લાઈટ બંધ રહેશે.
કેટલા વાગે ઉપડશે ફ્લાઈટ
ફ્લાઇટ 6ઈ 0890 નવી મુંબઈથી બપોરે 3:00 કલાકે ઉપડશે અને 04:05 કલાકે વડોદરા પહોંચશે. ફ્લાઇટ 6E 0891 (રિટર્ન) વડોદરાથી સાંજે 4:40 કલાકે ઉપડશે અને 5:45 કલાકે નવી મુંબઈ ઉતરશે.
આ રૂટ ઉપરાંત, એરલાઇન્સે 29 ડિસેમ્બર, 2025થી નવી મુંબઈ–કોઈમ્બતુર અને નવી મુંબઈ–ચેન્નાઈ વચ્ચે દૈનિક ફ્લાઇટ્સની પણ જાહેરાત કરી હતી.
આપણ વાંચો: જાણો કયો શબ્દ બન્યો ગુજરાતી ‘વર્ડ ઓફ ધ યર’? જાણીને ચોંકી જશો…



