વડોદરા

‘ખીચડી કિંગ’ને શા માટે મળ્યા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, જાણો શું છે કારણ?

અમદાવાદ: રાજ્યનાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) વડોદરાની મુલાકાતે હતા અને આ દરમિયાન તેમણે જાડા અનાજનાં ફાયદાઓની જાગૃતિ ફેલાવનારા જગદીશભાઈ જેઠવા સાથે મુલાકાત કરી હતી. શ્રી અન્ન (બાજરી) (millets) અને તેની પૌષ્ટિક ખીચડીનો પ્રચાર કરતા જગદીશભાઈ જેઠવા અને પરિવાર સાથે મુખ્ય પ્રધાને વાતચીત કરી હતી. તેમની ઓળખ ખિચડી કિંગ તરીકે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે હતા તે દરમિયાન તેમણે જગદીશભાઈ જેઠવા અને પરિવાર સાથે મુલાકાત કરી હતી. જગદીશભાઈ શ્રી અન્ન (બાજરી) અને તેની પૌષ્ટિક ખીચડીનાં પ્રચાર સાથે સંકળાયેલા છે અને તે માટે તેઓ ભારત અને વિદેશમાં જાગૃતિ અભિયાન ચલાવે છે.

જાડા અનાજને પ્રોત્સાહન

વડોદરાના રહેવાસી જગદીશભાઈ જેઠવા દેશ-વિદેશમાં ખીચડી માટે ઝુંબેશ ચલાવે છે. તેમની ખાસિયત એ છે કે તેઓ શ્રી અન્નના પોષક ફાયદાઓ પર પ્રકાશ પાડે છે અને દૈનિક આહારમાં ખીચડીનો સમાવેશ કરવા પ્રોત્સાહન આપે છે. જગદીશભાઈ જેઠવાને ‘ખીચડી કિંગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કરવામાં આવેલા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે શ્રી અન્નમાંથી બનેલી ખીચડીમાં 16 જરૂરી પોષક તત્વો હોય છે.

આ પણ વાંચો : વડોદરાનો એન્જિનિયર 1 જાન્યુઆરીથી છે કતાર પોલીસની કસ્ટડીમાં, 10 વર્ષ પહેલા નોકરી માટે ગયો હતો…

મુલાકાતની તસવીરો શેર

અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સારા માટે શ્રી અન્નના સેવનને પ્રોત્સાહન આપવા માટે એક ઝુંબેશ શરૂ કરી છે અને તેને જ જગદીશભાઈ આગળ વધારી રહ્યા છે. તેમના પ્રયાસોને બિરદાવવા માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમની આ મુલાકાતની તસવીરો પણ સામે આવી છે. જો કે એ પણ ખાસ નોંધવું રહ્યું કે ખીચડી બનાવીને કોઇ વ્યક્તિએ એટલી પ્રસિદ્ધિ મેળવી છે કે રાજ્યના મુખ્ય પ્રધાન તેની સાથે મુલાકાત કરે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button