28 દિવસ ગંભીરા બ્રિજ પર ફસાયેલું કેમિકલ ટેન્કર ઉતારાયું: આ રીતે કરવામાં આવ્યું કામ…. | મુંબઈ સમાચાર

28 દિવસ ગંભીરા બ્રિજ પર ફસાયેલું કેમિકલ ટેન્કર ઉતારાયું: આ રીતે કરવામાં આવ્યું કામ….

વડોદરા: ગંભીરા બ્રિજ પરથી 28 દિવસ બાદ પુલ પર ફસાયેલા કેમિકલ ભરેલા ટેન્કરને ઉતારવામાં આવ્યું હતું. પોરબંદરની મરિન સેલ્વેજિંગ એક્સપર્ટ કંપનીની મદદ લેવામાં આવી હતી. પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની એમઈઆરસી મરીન ઇમર્જન્સી રીસ્પોન્સ સેન્ટર દ્વારા આધુનિક સાધનો, ઉપકરણોનો ઉપયોગ કરીને આ ટેન્કરને સફળતાપૂર્વક પુલ ઉપર લઈ લેવામાં આવ્યું હતું.

મળતી વિગતો અનુસાર, ગંભીરા પૂલ તૂટી પડવાની ઘટના બાદ ત્યાં ફસાયેલા કેમિકલ ભરેલા ટેન્કરને બહાર કાઢવા માટે પોરબંદરની મરિન સેલ્વેજિંગ એક્સપર્ટ કંપનીની મદદ લેવામાં આવી હતી. કંપનીના તજજ્ઞોએ એવા પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની એમઈઆરસી મરીન ઇમર્જન્સી રીસ્પોન્સ સેન્ટર દ્વારા આધુનિક સાધનો, ઉપકરણોનો ઉપયોગ કરીને આ ટેન્કરને અત્યારે સફળતાપૂર્વક પુલ ઉપર લઈ લેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ગંભીરા બ્રિજ દુર્ઘટનાના 27 દિવસ બાદ લટકેલા ટેન્કરને ઉતારવાની કામગીરી શરૂ

કઈ રીતે કાઢવામાં આવ્યું?

ઉલ્લેખનીય છે કે સૌપ્રથમ એર બલૂનથી ટેન્કર ઉતારવાની યોજના ઘડવામાં આવી હતી, પરંતુ તે વધુ ખર્ચાળ તેમજ જોખમ પણ રહેલું હોવાથી કંપનીના નિષ્ણાંત એન્જિનિયરો દરિયામાં વહાણ સહિત સાધનોને બહાર કાઢવા માટે વપરાતાં આધુનિક સાધનોની મદદથી એર લિફ્ટિંગ રોલર બેગનો ઉપયોગ કરીને મોટી ક્રેઇનની મદદથી ટેન્કર બહાર કાઢવાનું નક્કી કર્યું હતું.

ટેન્કર બહાર કાઢવા માટે સૌથી પહેલા બેસી ગયેલા બ્રિજના તૂટેલા ભાગ અને ટેન્કર વચ્ચે ગેસ ભરેલી એર લિફ્ટિંગ રોલર બેગ મૂકીને ટેન્કરને બ્રિજના લેવલે સમતલ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ટેન્કરને પકડી રાખવા સ્ટ્રેઇન જેકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ક્રેઇનના ઊંચા પોલ સાથે 900 મીટર કેલબ લગાવીને ટેન્કરને કેબલ સાથે બાંધીને ખેંચવામાં આવ્યું હતું.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button