Top Newsવડોદરા

બહેન-દીકરીઓ માટે અસલામત ગુજરાત, વાંસદા બાદ વડોદરામાં પણ સગીરા પર ગેંગરેપ…

વડોદરાઃ ગુજરાતમાં બહેન-દીકરીઓ અસલામત હોય તેમ 24 કલાકમાં જ સગીરા પર ગેંગરેપની બીજી ઘટના સામે આવી હતી. વાંસદા બાદ સંસ્કારી નગરી ગણાતી વડોદરામાં સગીરા પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. ગઈકાલે બપોરે ઘરેથી નીકળેલી સગીરાને ફતેગજ વિસ્તારમાં રહેતા બે યુવકોએ રૂમમાં લઈ જઈ ત્રણ કલાક સુધી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું.

સૂત્રોએ જણાવ્યું કે, પીડિતા મૂળ ઉત્તરપ્રદેશની રહેવાસી છે. તે ગઈકાલે બપોરે દુકાને વસ્તુ લેવા ગઈ હતી. આ સમયે દુકાનની બાજુમાં બેઠેલા છોકરાઓએ તેને બોલાવી હતી. સગીરા ત્યાં ગઈ ત્યારે તારા સગા તને બોલાવે છે કહી ઘરમાં લઈ ગયા અને અંદરથી દરવાજો બંધ કરી હતી. જે બાદ બંનેએ તેના પર વારાફરતી બળાત્કાર કર્યો હતો. સગીરાને આશરે 4 કલાક સુધી રૂમમાં બંધક બનાવીને નરાધમોએ તેમની વાસના સંતોષી હતી. સગીરાએ બૂમાબૂમ કરતા પડોશીઓ આવ્યા હતા, જેથી છોકરાઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરીને બે છોકરાએ બોલાવી હતી અને ઘરમાં લઈ જઇને બે-ત્રણ કલાક તેની સાથે રેપ કર્યો હતો. લાપોલીસ સ્ટેશનમાં ગયા તો ફરિયાદ લખવામાં નહોતી આવતી. અમારી પત્ની સીધીસાદી છે, એટલે તેને કોઈ સાંભળતું નહોતું. જ્યારે હું અને બીજા ચાર-પાંચ માણસો અને ઘરના લોકો આવ્યા હતા, ત્યારે જઈને મારી ફરિયાદ લેવામાં આવી હતી. આરોપીઓને કડકમાં કડક સજા મળવી જોઈએ તેવી અમારી માંગ છે.

આ પણ વાંચો…જો તું અમારી વાત નહીં માને તો… કહી 8 લબરમૂછીયાએ સગીરા પર સામૂહિક બળાત્કાર કર્યો…

બનાવની ગંભીરતાને જોતા જોઈન્ટ પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચ્યા હતા.પોલીસે આ મામલે ગુનો નોંધીને ત્વરિત કાર્યવાહી કરતા 19 અને 20 વર્ષના બે યુવકોને ઝડપી પાડ્યા હતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે. હાલ તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે. વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

વાંસદામાં પણ ગેંગરેપની ઘટના

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક ગામમાંથી 14 વર્ષીય સગીરાનું ઘર આંગણેથી અપહરણ કરી 8 લબરમૂછીયાએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. રાત્રિના સમયે સગીરા ઘરની બહાર નીકળી ત્યારેઈક ઉપર અપહરણ કરી પીપલખેડ ખાતે એક રૂમમાં પૂરીને 8 નરાધમોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. સગીરા રાત્રે તેના ઘરની બહાર લઘુશંકા માટે નીકળી હતી. આ દરમિયાન તેના ઘરની બહાર ટાંપીને બેઠેલા ત્રણ અજાણ્યા યુવાનોએ મોઢું દબાવીને બળજબરીપૂર્વક મોટર સાઈકલ પર બેસાડી નજીકના ચેકડેમ પાસે લઈ ગયા હતા. જ્યાં એક આરોપીને ફોર વ્હીલ લઈને બોલાવ્યો હતો. ચેકેડમ પાસે અન્ય આરોપીઓ પણ ઉભા હતા. તમામ સગીરાને પીપલખેડ ગામની પાણીની ટીાંકી પાસે આવેલા એક રૂમમાં લઈ ગયા હતા. રૂમમાં લઈ ગયા બાદ નરાધમોએ તેને કપડાં ઉતારવા દબાણ કર્યું હતું.

સગીરાએ પ્રતિકાર કરતાં આરોપીઓે તેને દીવાલ સાથે માથું ભટકાવીને ધમકી આપી હતી કે જો તું અમારી વાત નહીં માને તો અને અમારી સાથે શરીરસંબંધ નહીં બાંધે તો અમે તને પતાવી દઈશું. ધમકીના કારણે તે ગભરાઈ ગઈ હતી. જે બાદ નરધમોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. મોડી રાત્રે સગીરા જેમ તેમ કરી પોતાના ઘરે પરત ફરી હતી. ઘરના દરવાજો બંધ હોવાથી તેણી ઘરની બહાર પાર્ક કરેલી વાનમાં ઉંઘી ગઈ હતી. વહેલી સવારે સાડા પાંચ વાગ્યે સગીરાના પિતા જાગ્યા ત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. સગીરાએ સઘળી હકીકત જણાવતાં તેની માતાએ વાસંદા પોલીસ સ્ટેશનમાં આઠેય નરાધમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button