વડોદરા

વડોદરામાં લાલબત્તી સમાન ઘટનાઃ ચોકલેટ સાથે ચાર વર્ષની બાળકી LED લાઈટ ગળી ગઈ…

વડોદરાઃ જીલ્લાનાં દેસરમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો હતો. શેખ ફળિયામાં રહેતી ચાર વર્ષની બાળકી LED લાઈટ ગળી જતાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી ડોક્ટરોએ ઓપરેશન કરી બાળકીનો જીવ બચાવ્યો હતો.

વડોદરા જીલ્લાના ડેસર તાલુકામાં ડેસરના શેખ ફળિયામાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતી ચાર વર્ષની બાળકી અલીઝા દીવાન માર્કેટમાંથી ચોકલેટ લઇને આવી હતી. જેની સાથે રમકડાથી લાઇટ ફ્રી આવી હતી. આ દરમિયાન ભૂલથી ચોકલેટ સાથે આવેલા LED લાઈટ મોંમાં નાંખતા ગળી ગઈ હતી. તેનો વાયર ગળામાં ફસાઈ જતા તેની માતાએ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પણ અસફળ રહેતા તુરંત નજીકના સારવાર કેન્દ્રમાં લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જઈ એક્સ રે કાઢવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Vadodara માં ધાર્મિક સ્થળે ચંપલ પહેરી ગયેલા વિદેશી વિદ્યાર્થીઓને ટોળાએ ફટકાર્યા, પોલીસે 7 લોકોની ધરપકડ કરી…

એક્સ રે અને સોનોગ્રાફીમાં માલૂમ પડ્યું કે અલીઝા દીવાન એલઈડી લાઈટ વાળો વાયર તેના ગળામાં ફસાઈ ગયો છે. એક કલાકના ઓપરેશન બાદ LED સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી અને બાળકીનો જીવ બચી ગયો હતો. આવી ઘટના ન બને તે માટે માતા પિતાએ સાવચેત રહેવું જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વડોદરામાં માતાપિતા માટે આંખ ઉઘાડનારી ઘટના બની હતી. જેમાં વડોદરા શહેરમાં હિંચકા પર રમતાં બાળકનું મોત નિપજ્યું હતું. 10 વર્ષના બાળકનું મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. હિંચકા પર હસતા રમતા 10 વર્ષના બાળક ના અચાનક ગળામાં પહેરેલી ટાઈના કારણે ગળેફાંસો આવી જતા બેભાન થઈ ગયો હતો. પરિવારને આ બાબતની જાણ થતાં તેમના પુત્રને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે બાળકને મૃત જાહેર કરતાં માતા-પિતા પર આભ તૂટી પડ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button