વડોદરા

ડેટા-આધારિત ભવિષ્ય: રાજ્યમાં ઊર્જા વિભાગનું ડાટા-ડ્રિવન આયોજન, જાણો શું થશે ફાયદો

વડોદરાઃ ઊર્જા પ્રધાન ઋષિકેશભાઇ પટેલે વીજ વિભાગ માટે ક્રાંતિકારી સાબિત થનારા વેબપોર્ટલ ઊર્જા સંવર્ધનમનું લોંચિંગ કર્યું હતું. આ વેબપોર્ટલમાં વીજ ઉત્પાદનથી માંડીને ગ્રાહકો દ્વારા થતાં વીજ વપરાશ સહિતનો તમામ ડેટા સંગ્રહિત કરી ભવિષ્યની યોજનાઓનું અમલીકરણ કરવા માટે ચાવીરૂપ સાબિત થશે.

પ્રધાને વીજ સંવર્ધનમ પોર્ટલનું લોંચિંગ કરતા જણાવ્યું કે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલની રાહબરી હેઠળ રાજ્ય સરકાર વિકાસ કામોનું લાંબાગાળાનું આયોજન કરે છે અને ભવિષ્યના આયોજન માટે ટેક્નોલોજીનો વિનિયોગ કરવામાં આવી રહ્યો છે. તે ઉપક્રમમાં વીજ સંવર્ધનમ પોર્ટલ કાર્ય કરશે.

વીજ સંવર્ધનમના ફિચર્સ અંગે માહિતી આપતા પટેલે જણાવ્યું કે, આ પોર્ટલમાં રાજ્યના તમામ સબ સ્ટેશન, સબ ડિવિઝનની માહિતી ફિડ કરવામાં આવી છે. ક્યાં વિસ્તારમાં, ક્યાં સમયમાં કેટલો વીજ વપરાશ થાય છે ? તેનો રિયલ ટાઇમ ડેટા આ પોર્ટલના માધ્યમથી ઉપલબ્ધ થશે.

આ ઉપરાંત ગ્રાહક સેવાઓ સુદ્ધઢ કરવા માટે તેમના વીજ વપરાશ ઉપરાંત ક્યારે લાઇન ટ્રીપ થઇ, કેટલા સમય માટે ટ્રીપ થઇ, કેટલા સમય માટે શટ ડાઉન થયું ? એ તમામ પ્રકારની માહિતી આ પોર્ટલ ઉપરથી મળી રહેશે.

ડેટા ડ્રિવિન ફોરકાસ્ટ કરવા માટે ઊર્જા સંવર્ધનમ ચાવીરૂપ સાબિત થશે. ક્યા વિસ્તારમાં કેટલા વીજ વપરાશ થશે ? તે સંગ્રહિત માહિતીના આધારે કહી શકાશે અને તે મુજબ નવા સબ સ્ટેશનો નાંખવા, નવી લાઇનો નાખવા સહિતની કામગીરીનું આયોજન કરી શકાશે. ભવિષ્યમાં ઊર્જા ઉત્પાદનને પણ આ પોર્ટલ સાથે સાંકળવામાં આવશે. જેથી નવા સ્ત્રોત, વિતરણ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવી શકાશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button