વડોદરામાં ભાજપને ફટકોઃ પૂર્વ કરજણ શહેર ઉપપ્રમુખ AAPમાં જોડાયા

વડોદરાઃ શહેરમાં ભાજપને મોટો ફટકો પડ્યો હતો. પૂર્વ કરજણ શહેર ઉપપ્રમુખ હિરેનસિંહ સિંઘા આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. તેમની આપમાં વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ હતી. આ ઉપરાંત તેમણે કહ્યું, ભાજપના જુના કાર્યકરોની અવગણના કરવામાં આવી રહી છે અને પાર્ટીની વિચારધારા બદલાઈ રહી છે. જેથી ભાજપ છોડીને આપમાં સામેલ થયો છું.
આ ઉપરાંત હિરેનસિંહ સિંઘાએ કહ્યું, જૂના કાર્યકરોની દરેક વખતે અવગણના કરવામાં આવે છે. આગળ વધવાનો કોઈ ચાન્સ આપવામાં આવતો નથી. પ્રજાનું કોઈ કામ થતું નથી. હું 2005થી ભાજપનો કાર્યકરો હતો. 2007માં કોર્પોરેશનની ચૂંટણી લડ્યો હતો. 2012માં કરજણ શહેર ઉપપ્રમુખ હતો. 2012માં ભાજપને વિધાનસભા બેઠક જીતાડવામાં મારો મહત્ત્વનો ફાળો હતો.
તેમની સાથે ડભોઈ, પાદરા, વાઘોડિયા, સાવલી અને ડેસર તાલુકાના ભાજપના 200થી 300 કાર્યકર લઈને આપમાં સામેલ થયા હતા. આપમાં જોડાતા જ તેમણે કહ્યું કે, અમે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ અને ભાજપને જડબાતોડ જવાબ આપીશું. પ્રજાલક્ષી કોઈપણ કામ હશે, તો અમે કરવા માટે તૈયાર છીએ. તાલુકા અને જિલ્લાના જે પ્રશ્નો દબાઈ રહ્યા છે. એ પ્રશ્નોને અમે આગળ લાવીશું અને આંદોલન કરવાનું થશે તો આંદોલન પણ અમે કરીશું.
આપણ વાંચો: ખતરો! રાત્રે અમદાવાદ એરપોર્ટના રનવે પર લોહીના ડાઘ મળ્યા,લેવાયો મોટો નિર્ણય



