Top Newsવડોદરા

વડોદરા સ્ટેશન પર બ્લોક: અમદાવાદથી જતી-આવતી આ ટ્રેનોને થશે અસર, જુઓ લિસ્ટ…

અમદાવાદ/વડોદરાઃ પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશન પર લાઇન નં. 3 પર એન્જિનિયરિંગ (કમ્પ્લીટ ટ્રેક રિન્યૂઅલ) કાર્ય માટે 24 ડિસેમ્બર 2025થી 25 દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ મંડળથી ચાલતી કેટલીક પેસેન્જર ટ્રેનો પ્રભાવિત થશે.

શોર્ટ ટર્મિનેટ થનારી ટ્રેનો

  1. ટ્રેન નં. 69108 અમદાવાદ–વડોદરા મેમૂ તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન બાજવા–વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  2. ટ્રેન નં. 69102 અમદાવાદ–વડોદરા મેમૂ તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન બાજવા–વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  3. ટ્રેન નં. 19036 અમદાવાદ–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા આ ટ્રેન બાજવા–વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

શોર્ટ ઓરિજિનેટ (પ્રારંભ) થનારી ટ્રેનો

  1. ટ્રેન નં. 69107 વડોદરા–અમદાવાદ મેમૂ તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી બાજવા સ્ટેશન થી શોર્ટ ઓરિજિનેટ થશે તથા વડોદરા–બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  2. ટ્રેન નં. 19035 વડોદરા–અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ તારીખ 24.12.2025 થી 17.01.2026 સુધી બાજવા સ્ટેશન થી શોર્ટ ઓરિજિનેટ થશે તથા વડોદરા–બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

આ પણ વાંચો…ગુડ ન્યૂઝ: સુરત અને વડોદરા થઈને જશે નવી સુપરફાસ્ટ ટ્રેનો, વેકેશનમાં પ્રવાસ માટે રેલવેનું મોટું આયોજન…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button