Top Newsવડોદરા

વડોદરામાં ચૂંટણી પંચની SIR કામગીરીમાં BLO સહાયકનું મૃત્યુ! ૪ દિવસમાં ૩ શિક્ષકોએ ગુમાવ્યા જીવ…

વડોદરા: ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં વિશેષ સઘન મતદારયાદી સુધારણાની એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્શિવ રિવિઝન (SIR)ની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં SIRની કામગીરી દરમિયાન વધુ એક બુથ લેવલ ઓફિસર (BLO)નું કરૂણ મૃત્યુ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. વડોદરામાં બીએએલઓ સહાયક તરીકેની કામગીરી કરતાં ઉષાબેન સોલંકી અચાનક ઢળી પડ્યા હતા.

આ અંગે મળતી વિગતો અનુસાર, વડોદરાની પ્રતાપ સ્કૂલમાં બીએએલઓ સહાયક તરીકેની કામગીરી કરતાં ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી અચાનક ઢળી પડ્યા હતા, તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. વિગતો અનુસાર મૃતક મહિલા આઇટીઆઇ ખાતે નોકરી કરતાં હતાં., જ્યારે આજે તેઓ પ્રતાપ સ્કૂલમાં ફરજ પર હતાં.

આ પણ વાંચો…ગુજરાતમાં પણ SIRના કારણે BLOનો આપઘાત, કોડીનારના શિક્ષકે સુસાઈડ નોટમાં શું લખ્યું ?

ઉલ્લેખનીય છે કે ગઇકાલે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામે ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેરએ આત્મહત્યા કરી હતી. શિક્ષકે વતન દેવળી ખાતે માનસિક તણાવ અને ઉપલી કચેરીના કામના દબાણના લીધે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. મૃતકે આત્મહત્યા કરતા પહેલાં પોતાની પત્નીને સંબોધીને એક સુસાઇડ નોટ લખી હતી. આ નોટમાં તેમણે ઉપલી કચેરીની SIR કામગીરી અને તેના ભારે દબાણને કારણે થાકી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

રાજ્યમાં છેલ્લા ચાર દિવસમાં કામગીરીના ભારણને કારણે શિક્ષકનું મોત થયું હોય તેવી આ ચોથી ઘટના છે. અગાઉ કપડવંજમાં રમેશ પરમાર નામના શિક્ષકનું BLOની કામગીરી દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું હતું. તેમના પરિવારજનો કામના ભારણથી તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવ્યું હતું. તે ઉપરાંત BLO સહાયક તરીકે ફરજ બજાવતા 56 વર્ષીય કલ્પનાબેન પટેલ નું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો…કપડવંજમાં કરૂણ ઘટના: BLOની કામગીરી કરતા આચાર્યનું હાર્ટ એટેકથી મોત

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button