વડોદરા

વડોદરામાંથી આણંદ ભાજપ નેતાનો પુત્ર કારમાં ‘પાર્ટી’ કરતા ઝડપાયો…

વડોદરાઃ શહેરના અકોટા વિસ્તારમાંથી કારમાં પાર્ટી કરતાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના નેતાના પુત્ર સહિત ત્રણ નબિરાની ધરપકડ કરી હતી. ગુરુવારે મોડી રાત્રે શહેરના ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ તરફ જવાના રોડ પર એક કારચાલક સર્પાકારે ચલાવતો હતો, જેથી પોલીસે તેને અટકાવ્યો હતો. આ સયમે કારમાં 4 યુવક બેઠા હતા. ત્યાર બાદ તેમને કારમાંથી ઉતારીને પૂછપરછ શરૂ કરતા સાચી વિગતો મળી હતી.

નશાની હાલતમાં મળનારાની ઓળખ
જે પૈકી એકની ઓળખ આણંદના ભાજપના નેતા, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ડિરેક્ટર અને કરમસદના પૂર્વ નગરસેવક દિલીપ ડી. પટેલના પુત્ર હિરેન પટેલ તરીકે થઈ હતી. આ સિવાય અન્ય ત્રણની ઓળખ જિગર પટેલ, સ્મિત પેટલ અને કેવલ પટેલ તરીકે થઈ હતી. હિરેન પટેલ, જિગર પટેલ અને સ્મિત પટેલ નશાની હાલતમાં હતા.

કારમાંથી મળી આ વસ્તુઓ
પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી આઈસ બોક્સ મળી આવ્યું હતું. આ સાથે દારૂની અને બિયરની બોટલો પણ મળી આવી હતી. આ મામલે પોલીસે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હિરેનના ભાજપના મોટા નેતાઓ સાથેના ફોટો પણ સોશિયલ મીડિયામાં જોવા મળે છે. દારૂના બારમાં બેઠા હોય તેવા ફોટો પણ વાઇરલ થયા હતા. હિરેન પાસે પણ ભાજપનું સભ્યપદ છે

આપણ વાંચો : Vadodara માં 49 લાખની નશાની દવાઓ ઝડપાઈ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button