અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર કણભા પાસે અકસ્માતમાં ત્રણના મોત, 15 ઘાયલ | મુંબઈ સમાચાર
અમદાવાદવડોદરા

અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર કણભા પાસે અકસ્માતમાં ત્રણના મોત, 15 ઘાયલ

અમદાવાદ : અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કણભા પોલીસ સ્ટેશન હદમાં ટ્રિપલ અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત થયા છે, જયારે 15 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત લકઝરી બસ, ટ્રક અને કાર વચ્ચે સર્જાયો હતો. જેમાં લકઝરી અને કાર અથડાતા બંનેના ડ્રાઇવર નીચે ઉતરી વાતચીત કરતા હતા. ત્યારે લક્ઝરી બસમાંથી નીચે ઉતરેલા મુસાફરો પર પાછળથી આવેલી ટ્રક ફરી વળી હતી.

બસની પાછળની સીટમાં બેઠેલા 3 મુસાફરોના મોત થયા

આ અંગે અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે અકસ્માતમાં 15થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે
જેમાં ઈજાગ્રસ્ત લોકોને અમદાવાદ અને વડોદરાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમજ આ સમગ્ર અકસ્માતની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ અકસ્માતમાં બસને ટક્કર વાગતા પાછળની સીટમાં બેઠેલા 3 મુસાફરોના મોત થયા હતા.

અકસ્માત સવારે 5.45 વાગ્યે સર્જાયો

આ સમગ્ર અકસ્માતની મળતી વિગતો મુજબ દુર્ઘટના કણભા પોલીસ સ્ટેશનની હદમાં સવારે 5.45 કલાકે હરણિયાવ ગામ પાસે સર્જાઈ હતી. જેમાં એક ટ્રાવેલ્સની બસ અને કારના ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જયારે બસ ચાલક અને કારના ચાલક રસ્તા પર ઊભા રહી આ મુદ્દે વાતચીત કરી રહ્યા હતા. તે સમયે કેટલાંક મુસાફરો પણ બસમાંથી નીચે ઉતર્યા હતા. ત્યારે પાછળથી આવેલી ટ્રક મુસાફરો પર ફરી વળી હતી.આ ટ્રક રાજસ્થાન પાસિંગની હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

આપણ વાંચો:  સૌરાષ્ટ્રમાં માવઠાથી ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાયો: 80-90% મગફળીનો પાક નિષ્ફળ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button