વડોદરા
વડોદરામાં અજાણ્યા વાહને ટક્કર મારતા સ્કૂટરસવાર બે યુવાનના ઘટનાસ્થળે જ મોત

અમદાવાદઃ વડોદરાના ડેસર તાલુકામાં અકસ્માતની ઘટનામાં બે યુવાનના મોત થયા હતા. અહીંના અમરેશ્વર ગામ પાસે સ્કૂટર પર જતા બે યુવાનને હડફેટે લીધા હતા અને બન્નેના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. વાહનચાલક અકસ્માત સર્જી ફરાર થઈ જતા પોલીસે શોધખોળ શરૂ કરી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
ખૂબ જ નાનીવયે આ રીતે મોતને ભેટનાર બન્ને યુવક મેહુલકુમાર સંજયસિંહ ચાવડા અને વિશ્વરાજસિંહ લાલસિંહ ચાવડા પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના હઠીસિંહની મુવાડી ગામના રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર બન્ને યુવાન નવા કપડા ખરીદવા માટે સ્કૂટર પર નીકળ્યા હતા. પાછા ફરતા સમયે ભૈયાપુરા-અમરેશ્વર વચ્ચેના રસ્તે એક અજાણ્યા વાહને તેમને ટક્કર મારી દીધી હતી અને તેમના મોત થયા હતા.



