દાહોદ જિલ્લામાં મહિલાએ ભોગવવી પડી તાલિબાની સજા, જાણો શું છે મામલો

વડોદરાઃ દાહોદના સંજેલી તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરપુરુષના પ્રેમમાં પડેલી (extra marital affair) પરિણીતાને અર્ધનગ્ન કરી વરઘાડો કાઢવામાં આવ્યો (women stripped and dragged on road) હતો. પરિણીતાને બાઇકના કરિયર પર સાંકળ વડે બાંધી રોડ પર ઢસડીને ગામમાં ફેરવવામાં આવી હતી.
શું છે મામલો
મળતી વિગત પ્રમાણે, સંજેલી તાલુકાના એક ગામમાં રહેતી પરિણીતાને ગામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જેને લઈ સસરા, દિયર સહિત 15 લોકોના ટોળાએ ઘરમાંથી બહાર કાઢી અર્ધનગ્ન કરી, માર માર્યો હતો. તેમજ બાઇકના કરિયર પર સાંકળ વડે બાંધીને ગામમાં ફેરવી હતી. જેનો વીડિયો પણ સ્થાનિક સ્તરે વાઇરલ થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે પીડિતાનો સંપર્ક કરી 11 પુરુષો અને ચાર મહિલા મળી કુલ 15 લોકો સામે ફરિયાદ નોંધી હતી.
35 વર્ષીય પરિણીતા ત્રણ દિવસ પહેલા પ્રેમીના ઘરે હતી ત્યારે સસરા, દીયર સહિત 15 વ્યક્તિના ટોળાએ ત્યાં આવી તેને ઘરમાંથી ખેંચીને બહાર કાઢીને ફટકારી હતી. આટલું જ નહીં અર્ધનગ્ન કરીને બાઈકરના કેરિયર પાછળ સાંકળ વડે બાંધી સમગ્ર ગામમાં ફેરવી હતી. જે બાદ તેને સાસરીના જૂના મકાનમાં લાવી અર્ધનગ્ન હાલતમાં બાંધી રાખી હતી. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ ચકચાર મચી ગઈ હતી.
આ પણ વાંચો…રાઘવજી પટેલની કારને નડ્યો અકસ્માત, મંત્રીનો થયો ચમત્કારિક બચાવ
પોલીસે શરૂ કરી તપાસ
સ્થાનિક પોલીસને આ અંગે જાણ થતાં પહોંચી હતી અને વીડિયોના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસે વીડિયોમાં દેખાતી મહિલાનો સંપર્ક કરી ઘટનાની માહિતી મેળવી પીડિતાનો સંપર્ક કરી તેની ફરિયાદના આધારે 15 લોકો સામે ગુનો નોંધ્યો હતો.