વડોદરા

વડોદરામાં છ મહિનાના બાળકને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો શું છે શહેરની સ્થિતિ…

વડોદરાઃ દેશ અને રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. વડોદરામાં છ મહિનાના બાળકને કોરોનાનો ચેપ લાગ્યો છે. બાળકને સયાજી હોસ્પિટલના આઈસોલેશનમાં દાખલ કરવામાં આવ્યું હતું. વડોદરામાં કોરોનાના કેસનો આંકડો 17 પર પહોંચ્યો છે.

તંત્ર એલર્ટ મોડ પર
વડોદરા શહેરમાં કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને સ્થાનિક આરોગ્ય તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં આરોગ્ય લક્ષી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન શહેરના ભાયલી, ગોત્રી, ગોરવા, કપુરાઈ, નવાયાર્ડ, છાણી, સુદામા પૂરી વગેરે વિસ્તારોમાંથી કોરોનાના લક્ષણો ધરાવતા નવાં 11 કેસો સામે આવ્યા હતા. જેમાં શંકાસ્પદ 96 જેટલા વ્યક્તિઓના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે આ તમામને હાલના તબક્કે હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્ય સરકાર દ્વારા 6 જૂને જાહેર કરેલા આંકડા મુજબ, ગુજરાતમાં કોરોનાના 170 નવા કેસ નોંધાયા હતા. કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 717 પર પહોંચ્યો હતો. 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 694 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. 68 દર્દીને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5755 પર પહોંચી છે. કેરળમાં સૌથી વધુ 1806 એક્ટિવ કેસ છે. બીજા ક્રમે ગુજરાતમાં 717 એક્ટિવ કેસ છે. દિલ્હીમાં 665, પશ્ચિમ બંગાળમાં 622 અને મહારાષ્ટ્રમાં 577 એક્ટિવ કેસ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button