માતાએ ઠપકો આપતા વડોદરામાં 16 વર્ષની વિદ્યાર્થિનીએ જીવન ટુંકાવ્યું

વડોદરા: આજના સ્પર્ધાત્મક જમાનામાં વિદ્યાર્થીઓ પર પ્રેસર વધી રહ્યું છે, શાળાના વિદ્યાર્થીઓમાં માનસિક સમસ્યાઓ વધી રહી. નાની ઉંમરના વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. એવામાં વડોદરા એક 16 વર્ષની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ભાયલી વિસ્તારમાં 16 વર્ષની વિદ્યાર્થિનીને માતાએ ઠપકો આપતા નિરાશામાં સરી પડી હતી અને બે દિવસ પછી ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.
મળતી માહિતી મુજબ, વડોદરાના ભાયલીમાં રહેતી એક વિધવા મહિલાને બે બાળકો હતા. 16 વર્ષની મોટી દીકરી 11મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. શનિવારે માતા નજીકના ઘરોમાં કામ પર ગઈ હતી ત્યારે તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. જ્યારે મહિલા ઘરે પાછી આવી ત્યારે દીકરીનો મૃતદેહ લટકતો જોયો, મહિલાએ તાત્કાલિક પોલીસને જાણ કરી.
આ પણ વાંચો: અમદાવાદની VS હોસ્પિટલની મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીએ જીવનલીલા સંકેલી, હોસ્ટેલ રૂમમાં ગળેફાંસો ખાધો
સુસાઈડ નોટમાં શું લખ્યું?
પ્રાથમિક તપાસ બાદ પોલીસે જણાવ્યું કે માહિતી મળતા જ ટીમ ત્યાં પહોંચી ગઈ. આત્મહત્યા કરતા પહેલા દીકરીએ માતાને નામ એક પત્ર લખ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે માતા, તમારી દીકરી તમારા કાબુમાં નથી રહી, મારા નાના ભાઈનું ધ્યાન રાખજો. બધાએ ખુશ રહેવું જોઈએ. હું જાઉં છું, મમ્મી, તને પ્રેમ કરું છું.
પોલીસને જણાવ્યું કે મહિલાએ બે દિવસ પહેલા દીકરીને ઠપકો આપ્યો હતો, જેના કારણે દીકરી રોષે ભરાઈ હતી. જેના બે દિવસ પછી દીકરીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
[નોંધઃ આત્મહત્યાએ કોઈ સમસ્યાનું સમાધાન નથી. તમે માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોની સલાહ લઈ શકો છો. મદદ માટે કોલ કરો
ગુજરાત સરકાર ટોલ ફ્રી નંબરઃ 1860 266 2345 and 0261 6554050
વાંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)]