વડોદરાના વાઘોડિયામાં સ્કૂલ વાન ઊંધી વળતા 14 વિદ્યાર્થી ઘવાયા | મુંબઈ સમાચાર
વડોદરા

વડોદરાના વાઘોડિયામાં સ્કૂલ વાન ઊંધી વળતા 14 વિદ્યાર્થી ઘવાયા

વડોદરાઃ વડોદરામાં વિદ્યાર્થીઓને લઈ જતી એક સ્કૂલ વાન પલટી ખાઈ જતાં આશરે 14 વિદ્યાર્થીને ઈજા પહોંચી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જોકે આ અકસ્માતમાં વાહનચાલકની બેદરકારી દાખવી હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાયું છે. જોકે, સદનસીબે કોઈ મોટી જાનહાનિ નહીં સર્જાતાં વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

મળતી વિગતો અનુસાર વાઘોડિયા તરફથી વિદ્યાર્થીઓને લઈને વડોદરા તરફ જતી શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલી એસેસવી સ્કૂલની વાનનું ટાયર અચાનક ફાટતાં એક દુર્ઘટના સર્જાય હતી. આ અકસ્માતમાં લગભગ 14 જેટલા વિદ્યાર્થીઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. સદનસીબે ઘટનામાં જાનહાનિ ટળતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને નજીક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા વાલીઓ અને સ્કૂલ સંચાલકો પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. જો કે આ ઘટનામાં વાહન ચાલકની બેદરકારી હોવાનું સામે આવ્યું હતું. ઇકો વાનના ટાયર ખૂબ જ જૂના હોવા છતા તેને બદલવામાં નહોતા આવ્યા. સદનસીબે ઇકો કાર એક બાજુ જ પલટી ખાઈને રોકાઇ ગઈ હતી, અને જેનાથી ઇકો કાર સાવ ઊંધી નહોતી પડતી

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button