પંચમહાલ

પંચમહાલમાં એસટી બસ-ડમ્પર વચ્ચે અકસ્માત, 19 મુસાફરો ઘાયલ; બસ ડ્રાઇવર સ્ટીયરિંગમાં ફસાઈ ગયો

ગોધરાઃ રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત્ છે. ગોધરા-દાહોદ હાઇવે પર બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસે ડમ્પરને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં 19 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી વિગત પ્રમાણે, એસ ટી બસ સુરતથી ફતેપુરા તરફ જઈ રહી હતી અને ભરેલી હતી. ડ્રાઈવરને ઝોકું આવી જતા આ ઘટના બની હતી. બસના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

અકસ્માત થયો ત્યારે બસમાં મુસાફરો બસમાં ઉંઘી રહ્યા હતા. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર સ્ટીયરિંગમાં ફસાઈ ગયો હતો અને ગોધરા ફાયર વિભાગ અને સ્થાનિકોએ ભારે પ્રયત્નો કરીને ચાલકને બહાર કાઢયો હતો.

આ પણ વાંચો…રણ વિસ્તાર ધરાવતો કચ્છ જિલ્લો સૌથી વધુ ૨.૯૪ કરોડ વૃક્ષારોપણ સાથે ગુજરાતમાં પ્રથમ

ગઈકાલે ઝાંસી-કાનપુર હાઈવે પર એક ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો હતો. કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 4 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. મૃતકોમાં ગારિયાધાર અને ભાલવાવના ચાર લોકો સામેલ છે જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્ત યુવતીને ઝાંસીની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. અકસ્માત શુક્રવારે સવારે 4 વાગ્યે થયો હતો. મૃતકોમાં ગારિયાધારના રૂપાવટીના બિપિનભાઈ અને ભાવનાબેન જ્યારે ભાલવાવના જગદીશભાઈ અને કૈલાશબેનનો સમાવેશ થાય છે. જ્યારે દીકરી ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. આ ગમખ્વાર અકસ્માત એટલો ભયાનક હતો કે પ્રયાગરાજથી પાછો આવતો પરિવાર કાળનો કોળિયો બની ગયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button