મહીસાગર

મહીસાગરના રતનમહાલ જંગલમાં વાઘે દેખા દીધી, વન વિભાગ આવી ગયું હરકતમાં…

મહીસાગરઃ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ સહિત રાજસ્થાનમાં રાષ્ટ્રીય પ્રાણી વાઘની મોટી સંખ્યા જોવા મળી રહી છે, પરંતુ હવે ગુજરાતમાં દેખા દીધી હોવાથી વાઈલ્ડલાઈફ લર્વસમાં પણ ખુશાલી ફેલાઈ છે. ગુજરાત સિંહ, દીપડા અને વાઘ એમ ત્રણેય વન્ય જીવ ધરાવતું એક માત્ર રાજ્ય બન્યું છે. સામાન્ય રીતે એવું શક્ય હોતું નથી. જોકે વન વિભાગના પ્રયાસોથી હવે ગુજરાતમાં વિલુપ્ત થઇ ગયેલ વાઘ ફરીથી જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરી મહિનાથી વાઘ વસેલો હોવાથી હવે તેને અહીંની પ્રાકૃતિક સ્થિતિ અનુકુળ આવી હોય તેવુ જોવા મળી રહ્યુ છે. હાલ ગુજરાતમાં એક જ વાઘ છે. જોકે, આગામી સમયમાં વાઘની સંખ્યા ગુજરાતમાં વધે તેવી આશા રાખવામાં આવી રહી છે.

વનવિભાગના કેમેરામાં વાઘ ટ્રેપ થયો
મહીસાગરમાં આવેલા રતનમહાલના જંગલમાં વાઘની હાજરીના પુરાવા મળ્યા હતા. જંગલમાં લાગેલા વનવિભાગના કેમેરામાં વાઘ ટ્રેપ થયો હતો. ગુજરાતમાં વાઘ લુપ્ત થયાના ઘણા વર્ષો પછી ફરી જંગલમાં તે ફરી દેખવા મળ્યો હતો. રાજ્યના વન અને પર્યાવરણ રાજ્ય પ્રધાન પ્રવીણ માળીએ માહિતી આપી છે કે એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં રતનમહાલના જંગલમાં વનવિભાગ દ્વારા સ્થાપિત કેમેરા ટ્રેપમાં વાઘ જોવા મળ્યો હતો.

ફેબ્રુઆરી મહિનાથી સતત છે વાઘની હાજરી
આ ઉપરાંત પ્રધાન પ્રવિણ માળીએ જણાવ્યું કે વર્ષો પહેલા ગુજરાતમાં વાઘ ખૂબ સારી સંખ્યામાં વસવાટ કરતા હતા. જોકે, સમય જતા અને ગુજરાતની પ્રાકૃતિક સંરચના બદલાતા તે વિલુપ્ત થઇ ગયા હતા. જો કે હવે ફોરેસ્ટ વિભાગે બાયોડાયવર્સિટી જાળવી રાખવા માટે પ્રયાસો કર્યા છે. જેના કારણે વાઘ ફેબ્રુઆરી મહિનાથી સતત રતનમહાલના જંગલમાં ફરી રહ્યો છે.
વન વિભાગ તેનું મોનિટરિંગ કરી રહ્યું છે. વન વિભાગે પ્રાકૃતિક બાયોડાયવર્સિટી જળવાઇ રહે તેના પ્રયાસ સતત કરી રહ્યુ છે. જેના પરિણામે વાઘ ઘણા લાંબા સમયથી ગુજરાતમાં વસવાટ કરી રહ્યો છે. હવે આવનારા સમયમાં પણ આ વાઘ અહીં જ રહે તેમ જ ગુજરાતમાં વાઘની સંખ્યા વઘે તે માટે ગુજરાત સરકાર તરફથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રતનમહાલને કુદરતી બાયોડાઇવર્સિટી ઝોન તરીકે વિકસાવવામાં આવ્યું હતું, અને વન વિભાગ છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વાઘની સંખ્યા વધારવાના પ્રયાસો કરી રહ્યું છે. આ સફળતાને નિષ્ણાતો ગુજરાતમાં વાઘોના પ્રાકૃતિક પુનઃપ્રવેશ તરફ એક મહત્વપૂર્ણ પગલું માની રહ્યા છે.

આપણ વાંચો:  અમદાવાદમાં આ વિસ્તાર ‘ઢોરમુક્ત ઝોન’ જાહેર કરવામાં આવ્યા, ઘાસ વેચવા પર પણ પ્રતિબંધ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button