ગુજરાતમાં બે અલગ અલગ અકસ્માતમાં 5 જણના મોત
મહીસાગર નદીમાં નાવ ઊંધી વળતા ત્રણ ડૂબ્યાં, પાટણમાં રોડ અકસ્માતમાં બે જણના મોત

આણંદ: આજે ગુજરાતમાં બે અકસ્માતની ઘટના સર્જાય છે. પ્રથમ ઘટનામાં આણંદ જિલ્લામાં વાસદ નજીક મહીસાગર નદીમાં નાવ પલટી જતા પિતા-પુત્ર અને ભત્રીજાનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે. જ્યારે બીજી ઘટનામાં પાટણમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો છે, જેમાં 2 લોકોના મોત પણ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
આ પણ વાંચો: બિહારના Patna માં મોટી દુર્ઘટના, Ganga નદીમાં હોડી પલટી જતાં પાંચ લોકો ડૂબ્યા
મહીસાગર નદીમાં નાવડી પલટી જતા અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર મહીસાગર નદીમાં અકસ્માતની ઘટના સર્જાય છે. મહીસાગર નદીમાં નાવડી પલટી જતા પિતા-પુત્ર અને ભત્રીજાનું મૃત્યુ થયું છે. મળી રહેલી વિગતો અનુસાર આ ત્રણે લોકો નદીમાં માછીમારી કરી રહ્યા હોય તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી.
ભત્રીજા અને પુત્રને બચાવવા જતા પિતાનું મૃત્યુ
આ ગોઝારા અકમાતની માહિતી બાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો અને તમામ મૃતદેહોને વાસદ આરોગ્ય કેન્દ્ર પર લાવવામાં આવ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર નાવ ડૂબી જતાં ભત્રીજા અને પુત્રને બચાવવા જતા પિતાનું મૃત્યુ નિપજ્યું છે.
પાટણમાં ગોઝારો અકસ્માત
તે સિવાય પાટણમાં પણ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 2 લોકોના મૃત્યુના પણ અહેવાલ છે. પાટણના સમી-હારીજ રોડ ઉપર ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાય છે. બે કાર અને ઈકો ગાડી વચ્ચે ગોઝારો ત્રિપલ અકસ્માત સર્જાયો છે, જેમાં 2 લોકોના મોત થયા છે અને 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે.