મહીસાગર

ધારાસભ્ય ઝાલા બગડ્યા, બે બટન ખોલીને બજારમાં નિકળું તો…………….

મહીસાગરઃ મહીસાગરમાં સગીરને મહિલા પીઆઈ દ્વારા વિદ્યાર્થીને માર મારવાના કેસમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા મેદાનમાં આવ્યા છે. લીંબચમાતાના મંદિરમાંથી ચાંદીની પાદુકાની ચોરીના કેસમાં શંકાના આધારે 15 વર્ષીય વિદ્યાર્થીને બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં બોલાવીને પટ્ટા વડે માર મારવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. આ મારને કારણે વિદ્યાર્થીને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.

ભોગ બનનાર વિદ્યાર્થીને ન્યાય અપાવવા બાયડના ધવલસિંહ ઝાલા તેમજ બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ દ્વારા પોલીસ પર પ્રહાર કરવામાં આવ્યા હતા. ધવલસિંહ ઝાલાએ કહ્યું કે, અવું ન માનતા, બે બટન ખોલીને બજારમાં નીકળી જઈશ. આ ઉપરાંત તેમણે પોલીસ અધિકારી સફીન હસનને ફોન કરીને કહ્યું કે, ખરેખર આપને ત્યાં આવું થાય તો નવાઈ લાગે.

શું છે સમગ્ર મામલો

બાલાસિનોર તાલુકાના જનોડ ગામે લીંબચ માતાના મંદિરમાં થયેલી ચોરી સંદર્ભે શંકાના આધારે પોલીસ ધો.9માં અભ્યાસ કરતા એક સગીરવિદ્યાર્થી પોલીસ લઇ ગઇ હતી. જેમાં મહિલા પીઆઇ જેએન સોલંકી સહિતના સ્ટાફે પટ્ટાથી બાળકને માર મારીને ચોરીનો ગુનો કબૂલ કરવા દબાણ કર્યું હોવાનો આક્ષેપ બાળકના પિતાએ કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું કે, પોલીસે સ્કૂલમાંથી ચાલુ પરીક્ષાએ જ તેના પુત્રને બોલાવ્યો હતો. એટલું જ નહીં પોલીસે બાળકની સાથે તેના પિતાને પણ ચોરીનો ગુનો કબૂલ કરવા માટે ધમકી આપવામાં આવી હતી. પોલીસના મારથી ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે લઇ જવાની ફરજ પડી હતી. બાળકના પિતાએ કહ્યું હતું કે, મંદિરમાં તેમના પત્ની કામ કરતા હતા. જે બિમાર હોઈ જઇ શકે તેમ ન હોવાથી ટ્રસ્ટીઓના કહેવાથી જ બાળકને કામ કરવા મંદિરે મોકલ્યો હતો. તેમના પુત્ર પર ખોટો આરોપ લગાવીને પોલીસે ખુબ માર માર્યો છે. ત્યારે આ બાબતે પોલીસ ફરિયાદ ન લેતી બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને બાલાસિનોરના ધારાસભ્ય પીડિત બાળકની મુલાકત લેતા મામલો ગરમાયો હતો. ધવલસિંહ ઝાલા એસપીને વાત કરી બે દિવસમાં પીઆઇ સહિત સ્ટાફ પર ફરિયાદ દાખલ કરી યોગ્ય કાર્યવાહીની માગ કરવામાં આવી હતી.

બાલાસિનોર તાલુકા પોલીસ મથકના મહિલા પીઆઇ જેએન સોલંકી રજા પર ઉતરી જતા લોકોમાં અનેક સવાલો ઉભા થયા હતા. સમગ્ર મામલાની તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવતાં પોલીસ દ્વારા પોલીસ મથકમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ હાથ ધરવામાં આવી છે.

આપણ વાંચો:  સુરતને બજેટમાં શાના માટે કરાઈ 5000 કરોડ રૂપિયાની ફાળવણી ?

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button