વિદ્યાર્થિની સાથે સબંધ બાંધવા દબાણ કરતા રોષે ભરાયેલા ગામલોકોએ શિક્ષકને માર્યો માર
વિરપુર: મહીસાગર જિલ્લામાં એક વિદ્યાર્થીની સાથે તેના જ પીટી શિક્ષક દ્વારા સબંધ રાખવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. જો એક શિક્ષકનાં આવા કૃત્યથી પરિવારજનો અને ગ્રામલોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો અને આથી લોકોએ શાળામાં પહોંચી તોડફોડ કરતા વીરપુર પોલીસે તોડફોડ કરનાર લોકો સામે ફરિયાદ નોંધી છે.
આ પણ વાંચો: Vadodara માં ચાલતી વાનમાંથી બે વિદ્યાર્થિની પટકાઈ
પ્રાપ્ત વિગતો અનુસાર મહીસાગર વીરપુર તાલુકામાં માધ્યમિક શાળાના પીટી શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીને તેની સાથે સબંધ બાંધવા માટેની માંગણી કરવામાં આવી રહી હતી અને તેની ચેટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. વિદ્યાર્થિનીએ આ મામલે પરિવારજનોને વાત કરી હતી. આ બાદ પરિવારજનોએ આચાર્યને રજૂઆત કરવા માટે શાળાએ પહોંચ્યા હતા અને તે સમયે સ્થાનિક લોકોએ શાળામાં પહોંચીને શિક્ષકને માર માર્યો હતો શાળામાં તોડફોડ કરી હતી.
સ્થાનિક લોકોમાં શિક્ષકની આવી કરતૂતથી ભારે રોષ વ્યાપ્યો છે અને આથી લોકોએ શિક્ષકને માંર માર્યો હતો જેનો વિડીયો પણ હાલ સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. શાળામાં તોડફોડની ઘટનાની જાણ થયા બાદ વિરપુર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ચૂકી હતી અને તોડફોડ કરનાર લોકો સામે ગુનો નોંધ્યો હતો. સાથે જ પોલીસ દ્વારા પીટી શિક્ષક પ્રશાંત પટેલ વિરુદ્ધ પોકસો એકટની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક હડપલા કરતો નરાધમ પ્રિન્સિપાલ પકડાયો
આ મામલે જિલ્લાના નાયબ પોલીસ વડાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે વિરપુર તાલુકામાં પીટી ટીચર પ્રશાંત વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા એક 16 વર્ષની વિદ્યાર્થિની પર સબંધ રાખવા માટે પ્રેશર કરવામાં આવતું હતું. તેમજ વિદ્યાર્થિનીને સોશિયલ મીડિયા મારફતે વાત કરવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું. જે બાબતે વિદ્યાર્થિનીએ કુટુંબીજનોને જાણ કરતા વિદ્યાર્થિની તેમજ તેનાં કુટુંબીજનો હાઈસ્કૂલ ખાતે પહોંચ્યાં હતાં.