
અરવલ્લીઃ જિલ્લાના મોડાસા ખાતે રાણા સૈયદ વિસ્તાર નજીક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મોડાસાની એક ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગતાં તેમાં સવાર એક બાળક સહિત ચાર વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા. જ્યારે એમ્બ્યુલન્સમાં સવાર અન્ય બે વ્યક્તિઓ પણ ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમણે તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મહીસાગર જિલ્લાની એક મહિલાને પ્રસુતિ માટે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ તેની તબિયત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન મોડાસા-અમદાવાદ રોડ પર રાણાસૈયદ પેટ્રોલપંપ સામે એમ્બ્યુલન્સમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન એમ્બ્યુલન્સમાં આગ લાગતા બે મેડિકલ સ્ટાફ અને દર્દી બાળક સહિત કુલ ચારનાં આ દુર્ઘટનામાં મોત થયા હતા.
જ્યારે એમ્બ્યુલન્સમાં સવાર અન્ય બે વ્યક્તિઓ પણ ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમણે તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ એમ્બ્યુલન્સમાં આગ કયા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે, મોડાસા ટાઉન પોલીસે આ સમગ્ર ઘટના અંગેની તપાસ હાથ ધરી છે.



