ગુજરાત ભાજપના નેતાએ દારૂને લઈ હર્ષ સંઘવીના ફેસબુક પેજ પર શું કરી કોમેન્ટ? જાણો…

અમદાવાદઃ ખેડાના કઠલાલમાં ખુલ્લેઆમ વેચાતા દારૂ મુદ્દે કઠલાલ નગરપાલિકાના ભાજપ શાસક અને કારોબારી ચેરમેન જીગ્નેશભાઈ ભાવસારે ગૃહ મંત્રી હર્ષ સંઘવીના ફેસબુક પેજ પર કોમેન્ટ કરીને આરોપ લગાવ્યો કે પોલીસ દારૂના વ્યવસાયમાં સંકળાયેલી છે. કઠલાલ પોલીસના ડી સ્ટાફ જમાદાર મૂળજી રબારી હપ્તા લે છે એવા જાહેરમાં આરોપો કર્યા હતા.
Also read : દેવાના ખપ્પરમાં હોમાયું ગુજરાત, જોઈ લો આ સરકારી આંકડાઃ દરેક પરિવાર પર રૂપિયા ૨,૫૯,૩૦૮ નું દેવું…
હર્ષ સંઘવીની ફેસબુક પેજ પર શું કરી કોમેન્ટ

જીગ્નેશભાઈ ભાવસારે ગૃહ મંત્રી હર્ષ સંઘવીના ફેસબુક પેજ પર કોમેન્ટ કરી કે અમારા કઠલાલ શહેરમા ખુલ્લેઆમ દારુ તથા નશીલા પદાર્થનું પોલીસ કર્મચારી ડી સ્ટાફ જમાદાર મુરજીભાઈ રબારી હપ્તા લઈ વેચાણ કરાવી રહ્યા છે તો એ સદંતર બંધ કરાવો. હું કઠલાલ નગરપાલિકામાં ભાજપ શાસિત નગરપાલિકામા કારોબારી ચેરમેન પદ ઉપર છું. મારા કઠલાલ શહેરનુ યુવાધન બરબાદ થઈ રહ્યુ છે, આ ડી સ્ટાફ જમાદાર હપ્તા લઈ ખુલ્લેઆમ વેચાણ કરવા દે છે એની બદલી કરો એવી આપને નમ્ર વિનંતી છે.
Also read : અમદાવાદમાં આજથી વધુ એક બ્રિજ થયો બંધ, જાણો વૈકલ્પિક રૂટ…
ખેડા પોલીસમાં મુદ્દો બન્યો ચર્ચાનો વિષય
આ પોસ્ટ કર્યા બાદ કઠલાલ શહેર અને ખેડા પોલીસમાં ચર્ચાનો મુદ્દો બની ગયો હતો જે બાદ જીગ્નેશભાઈ ભાવસારે ફરી એક પોસ્ટ કરી કે મોટા નેતાઓના આગળ પાછળ ફરવું એના કરતા તો તમારા કેરિયરમાં વ્યસ્ત બનો. કોઈપણ પાર્ટી નો મોટો નેતા ફક્ત તમારી સાથે મીઠુ બોલીને એની વાહવાહી કરવા માટે જ તમારો ઉપયોગ કરશે.