દાહોદ

ACB Trap: દાહોદમાં અરજીના નિકાલ માટે 3000 ની લાંચ માંગતો પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો…

દાહોદઃ લાંચિયા લોકો સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે તેમ છતાં સુધરવાનું નામ નથી લઈ રહ્યા. દાહોદમાં અરજીના નિકાલ માટે રૂપિયા 3000 ની લાંચ માંગતો પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો હતો.

Also read : જમીન માફિયા બેફામ; અમદાવાદમાં એક વર્ષમાં લેન્ડ ગ્રેબિંગની 689 ફરિયાદો…

આ કામના ફરિયાદી વિરૂદ્ધની અરજીના નિકાલ માટે પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ મગનભાઈ વાધમસી (ઉ.વ.31)એ રૂપિયા પ૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. જેથી તેમણે હાલ મારી પાસે પૈસાની વ્યવસ્થા નથી તેમ કહેતા આરોપી કોન્સ્ટેબલે રૂપિયા ૩૦૦૦ આપી દે તેવું કહ્યું હતું.

તેઓ આ લાંચની રકમ આપવા માંગતા ન હોવા એસીબીને જાણ કરી હતી. જેના આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આરોપી દાહોદ ટાઉન એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ગેટ પાસે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા ૩૦૦૦ લાંચ સ્વીકારતાં રંગેહાથ ઝડપાયો હતો.

Also read : પોલીસ ભરતી અંગે મહત્વના સમાચાર; આ તારીખે લેવાશે PSI લેખિત પરીક્ષા

થોડા દિવસ પહેલા ગાંધીનગર ખાતે સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરી ખાતે રાજ્ય વેરા અધિકારી તરીકે ફરજ બજાવતા સુરેન્દ્રસિંહ હરિસિંહ પુરોહીતને લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો (ACB)એ લાંચ લેતા ઝડપ્યો હતો. ફરીયાદીના ધંધાના જી.એસ.ટી. નંબરમાં ઓફીસનુ સરનામુ બદલવાના અને ધંધામાં એચ.એસ.એન.કોડ અને ધંધાનો હેતુ બદલવા સારૂ અને મેમો નહી આપવા સારૂ આ કામના આરોપીએ પ્રથમ રૂપિયા 50,000 ની માંગણી કરી, રકજકના અંતે રૂ.15,000 આપવાનું નક્કી કરી, તે પૈકી રૂ.5,000 પ્રથમ લાંચ પેટે લીધા હતા અને બાકીના રૂ.10,000 પછી આપવા જણાવ્યું હતું. જે લાંચના નાણાં ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરીયાદીની ફરીયાદના આધારે ACBએ છટકું ગોઠવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button