
દાહોદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ગુજરાતમાં આવ્યા છે. વડોદરામાં રોડ શો યોજ્યા પછી દાહોદમાં એક સભાને સંબોધી હતી. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. ભારતના વિકાસ સાથે સાથે આત્મનિર્ભર ભારત વિશે પણ વાત કરી હતી. એટલું જ નહીં, આતંકવાદ સામે કરેલા ઓપરેશન સિંદૂર અંગે પણ ચર્ચા કરી હતી. ભારત કઈ દિશામાં પ્રગતિ કરી રહ્યું છે તેનાથી લઈને 2047માં ભારતને વિકસિત ભારત બનાવવાની વાત પર પણ ભાર મૂક્યો હતો.
વડા પ્રધાને વિકસિત ભારતની વાત કરી
પીએમ મોદીએ કહ્યું કે, ભારતે દરેક દિશામાં વિકાસ કર્યો છે. ભારતીયો દેશને વિકસિત બનાવવા માટે મહેનત પણ કરી રહ્યાં છે. ભારતના વિકાસ માટે જે પણ વસ્તુની જરૂર પડે તે આપણે ભારતમાં જ બનાવીએ. આ અત્યારના સમયની માંગ રહી છે. આજે ભારત ઉત્પાદનની દુનિયામાં ઝડપી ગતિએ પ્રગતિ કરી રહ્યો છે. ભારતમાં દેશની જરૂરિયાત વાળી વસ્તુઓ તો બની જ રહીં છે, પરંતુ સાથે ભારત વિદેશમાં વસ્તુઓની નિકાસ કરવામાં પણ પ્રગતિ કરી રહ્યું છે. આજે આપણે સ્માર્ટફોન, ગાડીઓ, રમકડાં, સેનાના હથિયારો અને દવાઓ સહિત વસ્તુઓ વિદેશમાં નિકાસ કરી રહ્યાં છીએ.
દાહોદ જોડે નાતો રાજકારણમાં આવ્યાં પછી નથી થયો
નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં દાહોદના ભરપૂર વખાણ કર્યાં હતા. કહ્યું કે, અનેક જુની વાતો અને મારો દાહોદ જોડે નાતો રાજકારણમાં આવ્યાં પછી નથી થયો. મને બે બે પેઢી સાથે નજીકથી કામ કરવાનો મોકો મળ્યો છે. ભાષણમાં દાહોદના પરેલની પણ ઉલ્લેખ કર્યો હતો. કહ્યું હું 30 વર્ષ પછી પરેલ ગયો, અત્યારે તો આખુ પરેલ બદલાઈ ગયું છે. અત્યારે પરેલના આન-બાન અને શાન જોઈને હું રાજી થયો છે. વધુમાં કહ્યું કે હિંદુસ્તાનમાં આદિવાસી બહૂલ જિલ્લા કેવી રીતે વિકાસ પામે તેનું કોઈએ મોડલ જોવું હોય તો આ મારા દાહોદ આવે! આદિવાસી જિલ્લામાં સ્માર્ટ સિટી બનવાની વાત એજ લોકોને મોટી વાત લાગે!’
આપણ વાંચો: વડોદરામાં રોડ શો પછી PM Modi એ દાહોદમાં લોકોમોટિવ પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન…
સોમનાથ જવા માટે આલિશાન ટ્રેન મારફત મુસાફરી
ભારતમાં અત્યારે રેલવેનો પણ વિકાસ થઈ રહ્યો છે. નરેન્દ્ર મોદીએ ત્રણ ટ્રેનોનું લોકાર્પણ પણ કર્યું હતું. પહેલા લોકોને ઉજ્જેન જવાનું મન થતું હતું, પરંતુ હવે લોકો સોમનાથ જવા માટે દરવાજા ખોલી દેવામાં આવ્યાં છે. ભારતમાં પહેલા રેલવેનો સમાન બહારથી લાવવો પડતો હતો, પરંતુ હવે સમય બદલાયો છે અને આપણે જાતે જ વસ્તુઓ બનાવતા થયાં છીએ. હગે આપણે રેલવેના પાર્ટ્સ બનાવીને વિદેશમાં નિકાસ પણ કરી રહ્યાં છીએ.
માત્ર સ્વદેશી વસ્તુઓની ખરીદવા માટે અપીલ કરી
દરેક ભારતીયોને અપીલ કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતને વિકાસ કરવો હોય તો આપણે વિદેશી વસ્તુઓ વાપરવાનું ઓછું કરવું પડશે. આપણા દેશમાં દેશમાં બનેલી વસ્તુઓ આપણે કેમ ના વાપરીએ? આપણે તો ગણેશ ચતૂર્થી આવે તો પેલા ઝીણી આંખ વાળા ગણપતિ લાવીએ છીએ, આપણાં ગણપતિ નહીં વિદેશી ગણપતિ! હોળી-દિવાળી આવેતો ફટાકડા પણ ત્યાંથી લાવીએ અને પીચકારી પણ વિદેશથી લાવીએ છીએ. જેથી લોકોને ભારતીય વસ્તુઓ ખરીદવા માટે હાંકલ કરી હતી.
આતંકવાદીઓએ 140 કરોડ ભારતીયોને પડકાર ફેંક્યો
ઓપરેશન સિંદૂર વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર એ કોઈ સૈન્ય કાર્યવાહી નથી. આ આપણા ભારતીય સંસ્કારો, આપણી ભાવનાઓની અભિવ્યક્તિ છે. આતંક ફેલાવનારાઓએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે મોદી સાથે મુકાબલો કરવો કેટલો મુશ્કેલ બની જવાનો છે. પિતાને તેના બાળકોની સામે (પહલગામમાં) ગોળી મારી દેવામાં આવી હતી. જ્યારે આપણે તે ચિત્રો જોઈએ છીએ, ત્યારે આપણું લોહી ઉકળી ઉઠે છે. આતંકવાદીઓએ 140 કરોડ ભારતીયોને પડકાર ફેંક્યો હતો, તેથી મોદીએ તે કર્યું જેના માટે તેમે મને વડા પ્રધાન તરીકેની જવાબદારી આપી છે.
આપણે 22 મિનિટમાં આતંકવાદીઓનો ખાતમો કર્યો
પીએમ મોદીએ કહ્યું કે, ‘મોદીએ દેશની ત્રણેય સેનાઓને છૂટ આપી. આપણાં બહાદૂર સૈનિકોએ તે કરી બતાવ્યું જે દુનિયાએ ઘણા દાયકાઓથી જોયું ન હતું. અમે સરહદ પાર ચાલી રહેલા નવ આતંકવાદી ઠેકાણાઓ શોધી કાઢ્યા, સ્થાન નક્કી કરી લીધું હતું. 22 તારીખે તેમણે જે ખેલ ખેલ્યો હતો તેનો જવાબ આપ્યો અને 6 તારીખે રાત્રે અમે 22 મિનિટમાં તેમને નષ્ટ કરી દીધા હતાં, ભારતની આ કાર્યવાહીથી બોખલાયેલા પાકિસ્તાની સેના વચ્ચે આવી તો આપણી સેનાએ પાકિસ્તાની સેનાને ધૂળ ચટાડી દીધી હતી.