વડોદરામાં રોડ શો પછી PM Modi એ દાહોદમાં લોકોમોટિવ પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન…

દાહોદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અત્યારે બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવેલા છે. વડોદરામાં રોડ શો બાદ દાહોદમાં એક મહત્વપૂર્ણ લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ Locomotive Manufacturing Plant)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના કારણે ભારતીય રેલવે (Indian Railways)ને ખૂબ જ વિકાસ થવાનો છે. આ પ્લાન્ટ ભારતીય રેલવેના ભવિષ્ય માટે એક ખાસ મહત્વો રહેવાનો છે. આ દરમિયાન વડા પ્રધાન મોદીએ દાહોદ (Dahod)માં સભાને સંબોધિત પણ કરી હતી.
લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું
દાહોદમાં સ્થાપિત કરવામાં આવેલા અત્યાધુનિક પ્લાન્ટ 9000 હોર્સપાવર ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન (Electric locomotive engine)નું ઉત્પાદન કરશે. આ એન્જિનોને સ્થાનિક ઉપયોગ તો લેવામાં આવશે જ પરંતુ સાથે સાથે તેનો નિકાસ પણ કરવામાં આવશે. જેના કારણે દેશની આર્થિક પ્રગતિ પણ વધાવાની છે. નિકાસના કારણે વિદેશી હુંડિયામણ આવશે અને અર્થતંત્ર મજબૂત બનશે. આ પ્લાન્ટના કારણે ભારતીય રેલ્વેની માલવાહક વહન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષાઓ છે.

4600 ટન સુધીનો કાર્ગો ખેંચી શકે તેવા એન્જિન બનશે
આ પ્લાન્ટની વાત કરવામાં આવે તો, અહીં ઉત્પાદિત લોકોમોટિવ એન્જિન 4600 ટન સુધીનો કાર્ગો ખેંચી શકે તેટલી ક્ષમતા વાળા હશે. આનાથી માત્ર માલ પરિવહન ઝડપી બનશે નહીં પરંતુ લોજિસ્ટિક્સ ખર્ચમાં પણ ઘટાડો થવાના છે. મહત્વની વાત એ છે કે, આ લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં આગામી 10 વર્ષમાં આ પ્લાન્ટમાં કુલ 1200 એન્જિનો બનાવવામાં આવશે. આ એન્જિનોનો ઉપયોગ રેલવેની જરૂરિયાતો અનુસાર દેશમાં કરવામાં આવશે.

ભારત ઉત્પાદનની દુનિયામાં ઝડપી ગતિએ પ્રગતિ કરી રહ્યો છેઃ પીએમ મોદી
દાહોદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા ભાષણમાં કહ્યું કે, ‘ભારતને વિકસિત બનાવવા માટે આજે આપણે 140 કરોડ ભારતીયોએ સાથે મળીને મહેનત કરવાની છે. દેશના વિકાસ માટે જે પણ વસ્તુ જોઈએ તે ભારતમાં જ બનાવીએ એ ખૂબ જ જરૂરી છે. આજે ભારત ઉત્પાદનની દુનિયામાં ઝડપી ગતિએ પ્રગતિ કરી રહ્યો છે. આપણે સ્માર્ટ ફોનથી લઈને વાહનો, રમકડાં, લશ્કરી શસ્ત્રો અને દવાઓ સુધીની વસ્તુઓ વિશ્વના દેશોમાં નિકાસ કરી રહ્યા છીએ’.
લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના કારણે રોજગારી વધશે
લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની વધારે વિગતે વાત કરવામાં આવે તો, અહીં સંપૂર્ણ રીતે 100 ટકા મેક ઈન ઇન્ડિયાના સિદ્ધાંત સાથે કાર્ય કરવામાં આવશે. ભારત અત્યારે મેક ઈન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયાને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના કારણે સ્થાનિક રોજગારમાં પણ વધારો થવાનો છે. ભારતને આત્મનિર્ભર બનાવ માટે પણ વડાપ્રધાન દ્વારા હાંકલ કરવામાં આવી છે.