દાહોદ

ગુજરાતના દાહોદમાં બિશ્નોઈ ગેંગના સાગરીત પર ભાગવા જતા પોલીસનું ફાયરિંગ, પગમાં ગોળી વાગી…

દાહોદ : ગુજરાતના દાહોદમાં પોલીસ જાપ્તામાં રહેલા અને હુમલો કરીને ભાગવાના પ્રયાસ કરી રહેલા આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આસામથી ધરપકડ કરીને ગાંધીનગર લવાઈ રહેલા બિશ્નોઈ ગેંગના સાગરીત અને બુટલેગર અશોક બિશ્નોઈએ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે તેની પર ગોળીબાર કરીને દબોચી લીધો હતો.

આરોપીએ ફિલ્મી ઢબે ભાગવાનો પ્રયાસ કર્યો

આ અંગે મળતી માહિતી મુજબ ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બિશ્નોઈ ગેંગના સાગરીત અશોક બિશ્નોઈ આસામથી ધરપકડ કરવામાં આવી હતી. તેમજ તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી પોલીસ ટીમ તેને ખાનગી વાહનમાં આસામથી ગાંધીનગર લાવી રહી હતી. ત્યારે દાહોદ નજીક આરોપીએ ફિલ્મી ઢબે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે તેની પર ફાયરિંગ કરીને તેને ઝડપી લીધો હતો.

આ પણ વાંચો…દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, લોરેન્સ બિશ્નોઈ અને હેરી બોક્સર ગેંગના પાંચ શૂટર્સની ધરપકડ

ઇજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

જેમાં પોલીસ જાપ્તામાં રહેલા અશોકે ભાગવા માટે ચાલતી ગાડીમાં હિંસક હુમલો કર્યો હતો. તેણે ગાડીના સીટ બેલ્ટ વડે પોલીસ કર્મચારીનું ગળું દબાવી ઇજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ અચાનક થયેલા આ હુમલાને કારણે પોલીસની ગાડી કાબૂ બહાર જાય તેવી સ્થિતી સર્જાઈ હતી. જોકે, પોલીસના અન્ય જવાનોએ સ્થિતી જોતા સ્વ-બચાવમાં ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં એક ગોળી અશોક બિશ્નોઈના પગમાં વાગી હતી. જેથી તે ભાગવામાં નિષ્ફળ રહ્યો હતો. તેમજ તેની બાદ પોલીસે ઇજાગ્રસ્ત આરોપીને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડ્યો હતો.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button