દાહોદ

ગુજરાતમાં લાંચ કેસમાં ઝડપાયેલા દાહોદના પૂર્વ ઇન્ચાર્જ ડીપીઈઓ મયુર પારેખની અપ્રમાણસર મિલકત મળી આવી…

દાહોદ : દાહોદ જિલ્લાના પૂર્વ ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરકુમાર શાંતીલાલ પારેખની મુશ્કેલીઓમાં વધારો થયો છે. લાંચ કેસમાં એસીબીના છટકામાં ઝડપાયા બાદ તેમની સામે આવક કરતાં વધુ મિલકતનો ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે. એસીબીએ રૂ. 65.40 લાખની અપ્રમાણસર મિલકત શોધી કાઢી છે. મયુર પારેખ સામે લાંચ કેસ બાદ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાતા શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રમાં ચકચાર મચી ગઈ છે.

કાયદેસરની આવક કરતાં આશરે 22.58 ટકા વધુ

પંચમહાલ એસીબી દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, આરોપી મયુર પારેખે 01/01/2005 થી 30/06/2023 દરમિયાન પોતાના ફરજકાળ દરમિયાન કાયદેસરની આવકની સરખામણીમાં રૂ. 65,40,163.81 જેટલી અપ્રમાણસર મિલકત વસાવી હતી. આ મિલકત તેમની કુલ કાયદેસરની આવક કરતાં આશરે 22.58 ટકા વધુ છે.

અપ્રમાણસર મિલકતનો અલગ ગુનો દાખલ કરવામાં આવ્યો

એસીબીના જણાવ્યા અનુસાર, આરોપીએ સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવ્યો હોવાનો આરોપ છે. અગાઉ લાંચ કેસમાં ઝડપાયા બાદ તેમની આવક-ખર્ચની વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના આધારે આ અપ્રમાણસર મિલકતનો અલગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પંચમહાલ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. કરેણ દ્વારા સરકાર તરફે ફરિયાદ નોંધાવવામાં આવી છે. દાહોદ એસીબી પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button