દાહોદ

ગુજરાતના દાહોદમાં રૂપિયા 1.35 કરોડની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

દાહોદ: ગુજરાતના દાહોદમાં એલ.સી.બી. અને કતવારા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 1.35 કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. ઇન્દોર-ગોધરા નેશનલ હાઇવે પર ગરબાડા ચોકડી પાસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે બાતમીના આધારે એક કન્ટેનરમાંથી રૂ. 1.35 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે આ દારૂ પ્લાસ્ટિકના રોલની આડમાં છુપાવીને લઇ જવાતો હતો ત્યારે ઝડપ્યો હતો.

LCB ને બાતમી મળી હતી

LCB ને બાતમી મળી હતી કે એક બંધ બોડીના ટ્રકમાં દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. બાલાજી હોટલ સામે જ્યારે ટ્રક ને અટકાવી તલાશી લેવામાં આવી હતી, ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટ્રકમાં ઉપરના ભાગે પ્લાસ્ટિકના બબલ રોલ રાખવામાં આવ્યા હતા, જેની નીચે દારૂની પેટીઓ છુપાવેલી હતી.

પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી

પોલીસે 814 પેટીઓમાં કુલ 33,066 બોટલ વિદેશી દારૂ અને બિયર કિંમત રૂ. 1,35,59,298 અને 20 લાખની કિંમતના આઇસર ટ્રક બે મોબાઈલ ફોન અને પ્લાસ્ટિકના બબલ રોલ સહિત કુલ રૂ.1,55,70,798નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરની ધરપકડ કરી છે, જેઓ મધ્યપ્રદેશના વતની હોવાનું જાણવા મળ્યું છે. દાહોદ ટાઉન “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ

પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશમાં કોણે ભરાવી આપ્યો હતો? ગુજરાતના કયા શહેરમાં અને કયા બુટલેગરને આ માલ પહોંચાડવાનો હતો? સરહદી વિસ્તારમાં LCBની આ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button