માતૃત્વને કલંક : એક માતાએ નવજાતને કચરામાં તરછોડ્યું તો બીજીએ બાલાશ્રમના દરવાજે

પાવી જેતપુર: આપણે માતા અને બાળકના પ્રેમની અમર કથાઓ સાંભળી છે પરંતુ ગુજરાતની બે ઘટનાઓએ માતૃત્વ ને માથે કલંક લગાડ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં ખુદ માતાએ નવજાતને કચરામાં તરછોડ્યું હતુ જયારે રાજકોટમાં માતાએ નવજાત શિશુને બાલાશ્રમનાં દરવાજા આગળ છોડીને જતી રહી હતી. જમા કમનસીબે નવજાતનું મૃત્યુ થયું છે.
આપણે માતૃત્વની અમર પ્રેમ કથાઓ સાંભળે છે પરંતુ આ બે ઘટનાઓની વાત સાંભળીને કોઈપણનું હૃદય પીગળી ઉઠે. એક બનાવો છોટાઉદેપુર જિલ્લામાં જ્યારે અન્ય બનાવ રાજકોટમાં નોંધાયો છે કે જેમાં ખુદ માતાએ બાલશ્રમના હવાલે નવજાત શિશુને તરછોડી દીધું હતું.
છોટાઉદેપુર જિલ્લામાં કલારણી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કચરાના ઢગમાંથી એક નવજાત શિશુ મળી આવતા ચકચાર મચ્યો હતો. સ્થાનિકોએ આ બાબતે હોસ્પિટલને જાણ કરી હતી આથી હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક સારવાર શરૂ કરી દીધી હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 7 લાખથી વધુ બાળકો કૂપોષિત: સરકારી દાવાઓ સામે કોંગ્રેસનાં તાતાતીર
ઘટનાની જાણ થયા બાદ પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. પોલીસ અને આરોગ્ય વિભાગે સાથે મળીને બસ થોડા સમયમાં ગર્ભવતી થયેલી સ્ત્રીઓની તપાસ શરૂ કરી છે. સ્થાનિકોએ પણ નવજાત શિશુની માતા સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ બાળક ની તબિયત તંદુરસ્ત હોવાનું જણાવ્યું છે.
જ્યારે બીજો એક બનાવ રાજકોટનાં ગોંડલ રોડ કાઠીયાવાડ બાલાશ્રમમાં બન્યો છે કે જ્યાં દરવાજા પર રાખેલા પારણામાં અડધી રાતે કોઈ સ્ત્રી બાળકને બાલાશ્રમના હવાલે મૂકીને જતી રહી હતી. બાળકને પારણામાં મૂકીને માતાએ બાલાશ્રમનો બેલ વગાડીને નાસી છૂટી હતી. બાલાશ્રમના ગૃહપતિ જ્યોત્સનાબેને બહાર આવીને જોયું ત્યારે પારણામાં એક બાળક રડતું હતું આથી તમે તાત્કાલિક 108ને ફોન કરીને જાણ કરી હતી. પરંતું કમનસીબે બાળકને સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડ્યો હતો.