ગુજરાતના Chhota Udepur માં જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત 654 ગામોને લાભ અપાયો | મુંબઈ સમાચાર

ગુજરાતના Chhota Udepur માં જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત 654 ગામોને લાભ અપાયો

ગાંધીનગર : ગુજરાતના છોટા ઉદેપુર(Chhota Udepur)જિલ્લામાં જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત 654 ગામોને લાભ અપાયો છે. આ અંગે જળસંપત્તિ અને પાણીપુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ વિધાનસભા ગૃહ ખાતે જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષમાં છોટાઉદેપુર જિલ્લામાં 222 હેન્ડ પંપ બનાવવામાં આવ્યા છે. હેન્ડ પંપ બનાવવા માટેની 131 તથા મિનિ વોટર વર્કસ બનાવવા માટેની 12 અરજી મળી હતી. તે પૈકી હેન્ડ પંપ બનાવવા માટેની 72 અને મિનિ વોટર વર્કસ બનાવવા માટેની એક અરજી મંજૂર કરવામાં આવી છે.

આ પણ વાંચો: એક વોટ કી કિંમત તુમ કયા જાનો? છોટા ઉદેપુરમાં એક મતે બદલ્યું ઉમેદવારનું ભાવિ

72 અરજીઓ મંજૂર કરવામાં આવી

જ્યારે તાલુકાવાર વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે હેન્ડપંપ બનવા માટે સંખેડા તાલુકામાં 2, નસવાડીમાં 20 , બોડેલીમાં 9 , કવાંટમાં 25, છોટાઉદેપુરમાં 57 તથા પાવી જેતપુર તાલુકામાં 18 અરજીઓ મળી છે. જેમાંથી નસવાડીમાં 15 , બોડેલીમાં 5 , કવાંટમાં 14 , છોટાઉદેપુરમાં 25 અને પાવી જેતપુરમાં 13 મળીને છોટાઉદેપુર જિલ્લામાં 72 અરજીઓ મંજૂર કરવામાં આવી છે.

સંબંધિત લેખો

Back to top button