આણંદ (ચરોતર)ટોપ ન્યૂઝ

બેટી પઢાઓ કૈસે?: આણંદમાં સ્કૂલની ફી નહીં ભરનારી દીકરીને ક્લાસરુમની બહાર બેસાડી, બાપ મૂઝવણમાં…

*Anand News : આણંદ જિલ્લાના બોરસદની સરસ્વતી શાળા ફરી વિવાદમાં આવી છે. ફી ના ભરનારી શાળાની વિદ્યાર્થિનીએ ક્લાસમાં ઊભી રાખવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. વિદ્યાર્થિનીના વાલીએ જણાવ્યું હતું કે, સત્રની અડધી ફી ભરી હતી, જો કે, ફી ન ભરાય તો ટ્રાન્સપોર્ટેશન બંધ કરવાની ધમકી આપી હતી. સમગ્ર બનાવમાં વાલી અને શાળાના કર્માચારીની એક ઓડિયો ક્લિપ વાઈરલ થઈ રહી છે.

Also read : સરકારી વાહનમાં કુંભમેળાની યાત્રાનો મુદ્દો કઈ દિશામાં? મેયરે આપ્યું નિવેદન

મળતી માહિતી મુજબ, બોરસદની સરસ્વતી શાળામાં ભણતી વિદ્યાર્થિનીની અડધી શૈક્ષણિક ફી બાકી હોવાથી ક્લાસમાં ઊભી રાખવામાં આવી હતી અને શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થિનીને શાળાએ ન મોકલવા વાલીને જણાવ્યું હતું. જ્યારે વિદ્યાર્થિનીના વાલીએ ફેબ્રુઆરીના અંત સુધીમાં ફી ભરવા અને વિદ્યાર્થિનીને શાળામાં બેસવા દેવાની આજીજી કરી હતી, પરંતુ સંચાલકો માન્યા ન હોવાનું સામે આવ્યું છે.

Also read : અમદાવાદમાં બેવડી ઋતુને કારણે રોગચાળો વકર્યો, વાઈરલ ઈન્ફ્કેશનનો રાફડો ફાટ્યો…

સમગ્ર મામલે શાળાના સંચાલકો દ્વારા કોઈ પ્રકારે જાણકારી આપવામાં આવી નથી. બોરસદમાં આવેલા આ શાળામાં અગાઉ પણ વિદ્યાર્થીઓને બહાર બેસાડવાની ઘટના સામે આવી હતી. જ્યારે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button