આણંદવાસીઓ માટે મોટા ન્યૂઝઃ મુંબઈ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસને આપ્યું સ્ટોપેજ

મુંબઈઃ પ્રવાસીઓની સુવિધા માટે રવિવારથી પ્રાયોગિક ધોરણે મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 20901/20902)ને આણંદ સ્ટેશન પર એડિશનલ સ્ટોપેજ આપવામાં આવશે. આણંદ સ્ટેશન પર આ વધારાના સ્ટોપેજને કારણે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ સ્ટેશન પર ટ્રેન નંબર 20902ના સમયમાં પણ થોડો ફેરફાર થશે, એમ રેલવેએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: આનંદોઃ મહારાષ્ટ્રને એક નહીં, બે વંદે ભારત સ્લીપર ટ્રેનની ભેટ મળી શકે…
ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ સવારે 10:38 વાગ્યે આણંદ સ્ટેશન પર પહોંચશે અને સવારે 10:40 વાગ્યે રવાના થશે. અન્ય સ્ટેશનો પરના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચો: Budget-2025: 200 વંદે ભારત અને 100 અમૃત ભારત ટ્રેન નિર્માણના પ્રોજેક્ટને મંજૂરી
રિટર્નમાં ગાંધીનગર – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન 20902) આણંદ સ્ટેશન પર બપોરે 3:30 વાગ્યે પહોંચશે અને 3:32 વાગ્યે રવાના થશે. આ વધારાના સ્ટોપને કારણે, અમદાવાદ સ્ટેશન પર ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન હવે અમદાવાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય બપોરે 2:50/3:00 વાગ્યાને બદલે 2:45 /2:55 વાગ્યાનો થશે. વધુમાં, ટ્રેન મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર રાત્રે 8:25 વાગ્યાને બદલે 8:30 વાગ્યે પહોંચશે, એમ રેલવેએ જણાવ્યું છે.