આણંદના આંકલાવમાં રસોઈ મુદ્દે ઠપકો આપતાં કિશોરીએ ઘર છોડીને ભર્યુ ચોંકાવનારું પગલું…

આણંદઃ જિલ્લાના અંકલાવ તાલુકાના ખડોલ ગામની વિકાપુરા સીમામાં રહેતી 17 વર્ષની એક કિશોરીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધાનું સામે આવતા ચકચાર મચી ગઈ હતી. રસોઈ મુદ્દે ઠપકો આપતાં તેણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું.
Also read : અંજારમાં તળાવમાં 5 બાળકો ડૂબ્યા: ફાયર વિભાગની ટીમે 4 મૃતદેહો બહાર કાઢ્યાં
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ જીલ્લાના આંકલાલ તાલુકાના ખડોલ ગામમાં પરિવારના સભ્યોએ કિશોરીને રાંધવા બદલ કહ્યું હતું. આ કારણથી માઠું લાગતાં ઘર છોડીને દૂર લીમડાના ઝાડ પર કપડાં વડે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. સ્થાનિકોને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે તેમના પરિવારના સભ્યોને જાણ કરી અને પરિવારના સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા.
આ ઘટનાની જાણ અંકલાવ પોલીસને થતાં પોલીસની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કિશોરીના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ હતી.
Also read : બોટાદના ગઢડામાં કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યોઃ પોલીસ બેડામાં શોકની લાગણી…
વાતચીતથી આત્મહત્યા કરતા રોકી શકાય છે
આત્મહત્યા રોકવાનો સૌથી સરળ ઉપાય તેમની સાથેની વાતચીતનો છે. જેટલી વાતચીત વધુ કરવામાં આવે તેટલા તેમને આત્મહત્યાથી દૂર રાખી શકીએ છીએ. તમારા કિશોર તમારી પાસે આવે તેની રાહ ન જુઓ. જો તમારું બાળક ઉદાસ, ચિંતિત, હતાશ હોય અથવા સંઘર્ષ કરી રહ્યું હોય તેવું લાગે તો શું ખોટું છે તે પૂછો. સાંભળો અને તમારો ટેકો આપો. સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપો. ઉપરાંત, તમારા કિશોરનો આત્મવિશ્વાસ વધે તથા અન્ય લોકો સાથે સ્વસ્થ સંબંધો વધારવામાં મદદ કરી શકે તેવી પ્રવૃત્તિમાં ભાગ લેવા પ્રોત્સાહન આપો. માતાપિતાએ નિષ્ણાતની સલાહ લેવી.