આણંદના તારાપુરમાં પાડોશીએ ઝઘડાની અંગત અદાવતમાં બાળકને ઝેર પીવડાવ્યું

આણંદઃ જીલ્લામાં હ્રદયને હચમચાવી દે તેવી ઘટના બની હતી. પાડોશીએ ઝઘડાની અંગત અદાવત રાખી બાળકને ઝેર પીવડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. માતાને પાડોશી સાથે ઝઘડો થવાને લઈ પાડોશીએ અંગત અદાવત રાખી અને બાળકને ઘરે બોલાવી ઝેર પીવડાવી હત્યાનો પ્રયાસ કરતા પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
આણંદ જીલ્લાના તારાપુરમાં પાડોશી અને બાળકના માતા વચ્ચે મનદુખ હોવાથી પાડોશીએ સાત વર્ષના માસૂમ બાળકને ઘરે બોલાવી ઝેર પીવડાવી હત્યાનો પ્રયાસ કરતા બાળકની હાલત ગંભીર થઈ હતી અને તેને વોમિટિંગ પણ થઈ હતી જેથી તેને વધુ સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…Gujaratમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
બાળકની તબિયત સુધારા પર
હત્યાનો પ્રયાસ કરનાર મહિલા હેતલ પટેલ વિરુદ્ધ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે, પોલીસે આસપાસના લોકોના નિવેદન નોંધ્યા છે. આ ઘટનામાં પોલીસે બાળકના રીપોર્ટ પણ લીધા છે, હાલ બાળકની તબિયત સુધારા પર છે, જો બાળકને તાત્કાલિક સારવાર મળી ના હોત તો તેનો જીવ પણ જવાની શકયતાઓ રહેલી હતી.