ખંભાત પાલિકાની સામાન્ય સભા બની ‘તોફાની’ ચીફ ઓફિસર સાથે મારામારી અંગે છ મહિલા સામે ફરિયાદ

આણંદ: જિલ્લાની ખંભાત નગર પાલિકાની સામાન્ય સભા દરમિયાન ભારે હોબાળો મળી ગયો હતો અને જનતાનાં કામ માટેની કચેરી જાણે સમરાંગણ બની ગઈ હતી. આ ઘટનામાં મહિલા કોર્પોરેટરે રાજીનામું આપી દીધા બાદ સામાન્ય સભામાં ચીફ ઓફિસર પાસેથી રજીસ્ટરની ખેંચી તેની સાથે મારામારી કરી હતી . આ અંગે ચીફ ઓફિસરે છ મહિલાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: ખંભાત નગરપાલિકામાં 2 કરોડનું કૌભાંડ: પૂર્વ પ્રમુખ, કારોબારી ચેરમેન સામે કાર્યવાહીનો આદેશ
ચીફ ઓફિસર સાથે દુર્વ્યવહાર
પ્રાપ્ત વિગતો અનુસાર ખંભાત પાલિકાની સામાન્ય સભામાં મારામારીની ઘટના સામે આવી હતી. જેમાં ભાજપમાંથી 6 તથા અપક્ષમાંથી 2 મળી કુલ 8 સભ્યોએ નગરપાલિકામાં પોતાનું રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ સાંજે મળેલી બજેટ સામાન્ય સભામા આવી ચીફ ઓફિસર પાસેથી રજીસ્ટર ખેંચ્યું હતું અને તેમાંથી બે મહિલાઓએ બે-ત્રણ લાફા મારી દીધા હતા. તેમની પાસે રહેલા હાજરી રજીસ્ટરમા જબરજસ્તીથી સહીઓ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
6 મહિલાઓ સામે ફરિયાદ
આ બનાવ અંગે ખંભાત નગરપાલિકાનાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર કુણાલ પટેલે છ મહિલાઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ઉષાબેન પ્રકાશભાઈ બારૈયા, તેજલબેન સાગરભાઇ સોલંકી, નિસાદબાનુ સોયેબભાઇ મન્સુરી, કામીનીબેન હિરેનભાઈ ગાંધી, હેતલબેન કરશનભાઇ ભીલ અને શાંતીબેન ભુપતભાઈ માછી સામે ફરિયાદ નોંધાવી હતી.