આણંદ (ચરોતર)

આણંદમાં મોર્નિંગ વોક પર નીકળેલા કોંગ્રેસ નેતાની ઘાતકી હત્યા; પોલીસ વ્યવસ્થા સામે કોંગ્રેસના સવાલ

આણંદ: શહેરના બાકરોલમાં કોંગ્રેસના નેતાની ધોળા દિવસે જાહેરમાં હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઈકબાલ મલેક ઉર્ફે બાલા મોર્નિંગ વોક પર નીકળ્યા હતા તે દરમિયાન બાકરોલમાં આવેલ તળાવ નજીક ચપ્પુના ઘા ઝીંકીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. હાલ પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મળતી વિગતો અનુસાર આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસના કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની ઘત્કરી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. કોંગ્રેસનાં નેતા ઇકબાલ મલેક તેમના નિત્યક્રમ અનુસાર મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ બાકરોલ તળાવ નજીક વોક કરી રહ્યા હતા તે દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સો તેમની નજીક આવ્યા હતા અમે તેમની સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ દરમિયાન અજાણ્યા શખસોએ ચપ્પુના ઘા ઝીંકીને કોંગ્રેસ નેતાની હત્યા કરી દીધી હતી.

હત્યાના બનાવની જાણ થતાની સાથે નજીકના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા પર કરવામાં આવેલી હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

આ હત્યાના બનાવ પર કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું અને પોલીસ વ્યવસ્થા પર પ્રશ્નો કર્યા હતા. અમિત ચાવડાએ લખ્યું, ” આણંદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર ઇકબાલભાઈ મલેકની જાહેરમાં કરપીણ હત્યાના સમાચાર અત્યંત આઘાતજનક છે. પરમાત્મા સ્વ.ઈકબાલભાઈના દિવ્ય આત્માને શાંતિ અને સદગતિ અર્પે સાથે તેમના પરિજનોને આ દુઃખદ ઘડી સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના. ગજરાતમાં કાયદો વ્યવસ્થા પડી ભાંગી છે, પોલીસ અને સરકારનો ગુંડાઓને ડર નથી રહ્યો.તાત્કાલિક હત્યારાઓને પકડવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે.”

આપણ વાંચો:  અમદાવાદમાં રહસ્યમય આપઘાત: અજાણી યુવતીએ 14મા માળેથી કૂદીને જીવ ટૂંકાવ્યો

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button