ખંભાતમાં રૂ.107 કરોડની પ્રતિબંધિત દવાનો જથ્થો પકડાયો; ATSની કાર્યવાહી
શરદ પવારે ફડણવીસ અને સામંતને ઝાટકયા અને કહી દીધું કે…

ખંભાત: છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં એજન્સીઓ કાર્યવાહી કરીને ડ્રગ્સનો જથ્થો જપ્ત (Drugs seizer in Gujarat) કરી રહી છે. એવામાં ગુજરાત એન્ટી ટેરરીઝમ સ્કવોડ(ATS)ને વધુ એક સફળતા મળી છે. ATSએ આણંદ જિલ્લામાં પ્રતિબંધિત દવા અલ્પ્રાઝોલમ (Alprazolam)નું ઉત્પાદન કરતી ફેક્ટરી પર દરોડો પાડ્યો છે. દરોડા દરમિયાન, ATS ટીમે સ્થળ પરથી 107 કરોડ રૂપિયાના પ્રતિબંધિત ડ્રગ્સ સાથે છ લોકોની ધરપકડ કરી હતી.
દવાનો દુરુપયોગ:
અલ્પ્રાઝોલનો દુરુપયોગ નશો કરવા માટે પણ થાય છે, જેને કારણે અલ્પ્રાઝોલ નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટના હેઠળ આવે છે.
ભાડાની ફેક્ટરીમાં ઉત્પાદન:
એક આહેવાલ મુજબ, એક અધિકારીએ જાણકારી આપી હતી કે આરોપીઓએ ખંભાત શહેર નજીક એક ફેક્ટરી ભાડે લીધી હતી. આ ફેક્ટરીમાં ઊંઘની ગોળીઓમાં વપરાતા પદાર્થ અલ્પ્રાઝોલમનું ઉત્પાદન થઈ રહ્યું હતું.
અધિકારીએ જાણકરી આપી છે કે ગુપ્ત માહિતીના આધારે, ATS એ ગુરુવારે સાંજે ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન, 107 કરોડ રૂપિયાની કિંમતનો 107 કિલોનો અલ્પ્રાઝોલમનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પ્રતિબંધિત ડ્રગ:
અલ્પ્રાઝોલમનું ઉત્પાદન સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ (CBN) ના લાઇસન્સ હેઠળ જ થઇ શકે છે. આ દવા પણ NDPS એક્ટ હેઠળ આવે છે. દરોડા દરમિયાન જ્યારે આરોપીઓ પાસે લાઇસન્સ માંગવામાં આવ્યું ત્યારે તેમની પાસે કોઈ લાઇસન્સ નહતું. પાંચ આરોપીઓ યુનિટ ચલાવી રહ્યા હતા, જ્યારે છઠ્ઠો શખ્સ ખરીદાર હતો.
આ પણ વાંચો…થેંક્યુ ગુજરાત સરકારઃ કુંભમેળામાં જવા માટે ગુજરાતીઓ માટે કરી આ ખાસ વ્યવસ્થા
પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ડ્રગ ક્યાં સપ્લાય કરવાનું હતું અને આરોપીના ડ્રગ નેટવર્કમાં કેટલા લોકો સામેલ છે. આ કેસમાં આરોપીઓની ધરપકડ અને તપાસ બાદ ડ્રગ નેટવર્ક અંગે વધુ ખુલાસાઓ થવાની અપેક્ષા છે.