આણંદઃ બોરીયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેનની પત્નીએ કર્યો આપઘાત, મોડલિંગ તરીકે કરતી હતી કામ

આણંદઃ બોરીયાવા નગરપાલિકાના કારોબારી ચેરમેનની પત્નીએ આણંદના લાભવેલ પાસે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. બનાવના પગલે ચકચાર મચી ગઈ હતી. મૃતક મોડલિંગ તરીકે કામ કરતી હતી.
શું છે મામલો
બોરીયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેન રૂષિલ પટેલે આણંદની રિદ્ધિ સુથાર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. રિદ્ધિ સુથાર મોડલિંગ અને ઈન્ફલુએન્સર તરીકે કામ કરતી હતી. તેણે અચાનક કોઈ કારણોસર લાભવેલ પાસે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. બનાવના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. દોઢ વર્ષના બાળકના માતાના આ પગલાથી અનેક પ્રકારની ચર્ચા વહેતી થઈ હતી.
ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો. રૂષિલ પટેલ તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બોરીયાવી નગરપાલિકામાં ભાજપના મેન્ડેડ પરથી ચૂંટણી લડ્યા હતા અને વિજેતા થયા હતા. હાલ તેઓ કારોબારી ચેરમેનનું પદ ધરાવે છે. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો…આજે વિશ્વ વન દિવસ: સરકારની જંગલના રક્ષણની વાતો વચ્ચે ગુજરાતના ટ્રી કવરમાં 21 ટકા ઘટાડો…